અશ્લીલ મસ્તી પડી ભારે / સુરતમાં બે મિત્રોએ ન કરવાના ખેલ કર્યા, જુઓ ગુપ્તાંગમાં પાઇપ નાખીને હવા ભરતા થયું એવું કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

સુરત

સુરત શહેર ક્રાઈમ કેપિટલ બની રહ્યુ છે. અહી દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે, ગુનાખોરી આચરવામાં પણ અહીંના ગુનેગારો અશ્લીલ બની રહ્યાં છે. વિચારમાં પણ ન આવે તેવી હદ વટાવી રહ્યાં છે. સુરતમાં કેટલાક મિત્રોએ મળીને એક મિત્ર સાથે એક અશ્લીલ હરકત કરી કે, તેનો જીવ ગયો છે. મિત્રોની મજાક મસ્તીએ યુવકનો ભોગ લીધો. 15 દિવસ અગાઉ પલસાણામાં કારીગરે મજાક મસ્તીમાં સહકર્મીના ગુદામાર્ગે પાઇપ નાંખી હવા ભરતા ઇજા પામેલા કારીગરે આખરે દમ તોડ્યો છે. પોલિસે સહકર્મી વિરુદ્ધ સહ અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મુજબ બલેશ્વર ગામ પલસાણા તાલુકામાં આવેલું છે. આ ગામના ફરહાન પાર્ક સોસાયટીમાં મોહમ્મદ શહાબુદ્દીન નામનો યુવક રહેતો હતો અને તે પલસાણામાં રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરતો હતો અને પરિવારનું ભરણપોષણ કરતો હતો. 30 જાન્યુઆરીએ જ્યારે શહાબુદ્દીન સૂતો હતો ત્યારે તેના સહકર્મી કૃષ્ણા ચૌધરીએ મજાકમાં શહાબુદ્દીનના ગુદામાં પાઇપ નાખીને તેમાં હવા ભરી દીધી હતી. આ ઘટના બાદ શહાબુદ્દીનને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવક છેલ્લા 17 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. શહાબુદ્દીનનું 17 ફેબ્રુઆરીએ મૃત્યુ થયું હતું કારણ કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકની હાલત ગંભીર હતી.

આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને થતાં પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે કૃષ્ણા ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ ઘટનામાં આરોપીને કેટલા સમયમાં પકડી શકે છે.

નોંધનીય છે કે મિત્રોની મજાક-મસ્તીના અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં યુવાનો મોજ-મસ્તીના કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ ઘટનામાં સાથીદારની નાની મજાકના કારણે યુવકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખાસ વાત એ છે કે બર્થ ડે પાર્ટી દરમિયાન પણ બર્થડે બોયને તેના મિત્રો દ્વારા બર્થ ડે બમ્પ આપવામાં આવે છે. આવી ઘટનાઓમાં યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *