અરે બાપરે / રાજકોટમાં યુવકે આપઘાત પહેલા બનાવ્યો વિડિઓ, જુઓ ભાઈબંધ વિષે કહ્યું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે : VIDEO

રાજકોટ

રાજકોટ: શહેરના સેટેલાઇટ ચોકમાં આવેલ સુપર હાઇટ્સ નામના 14 માળનાં બિલ્ડીંગ એક યુવક આત્મહત્યા કરવા માટે ચડી ગયો હતો. શહેરના બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ રાજુભાઇ યાદવ નામના યુવકે વીડિયો બનાવી મોતની છલાંગ લગાવવાની કોશિશ કરી હતી. ( વિડિઓ નીચે આપેલો છે )

જોકે સદનસીબે તેને બચાવી લેવાયો છે. પોલીસે યુવક આપઘાત કરે તે પહેલાં જ બચાવી લઈને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. જિંદગીથી કંટાળેલા યુવકે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં આપઘાતનો પ્રયાસ કરતા પહેલા જણાવે છે કે, આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી.. દુનિયામાં કોઈ કોઈનું નથી… એવું માની આપઘાતની કોશિશ કરી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટના પેડક રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલી સુપર હાઇટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે. તેના 14 માળે ગઈકાલે (બુધવાર) સાંજે આત્મહત્યા કરવાના ઈરાદાથી એક 18 વર્ષીય યુવક રાજ રાજુભાઇ યાદવને બે બી-ડિવિઝનોએ બચાવી લીધો હતો.

તેણે પોલીસને જણાવ્યું હતું કે તે આત્મઘાતી પગલું ભરવા જઈ રહ્યો છે કારણ કે તેને લાગ્યું કે તે જીવનથી બંધાયેલો છે અને પોતાને મુક્ત કરવા માંગે છે. યુવકે સોશિયલ મીડિયામાં આપઘાત કરવાની કોશિશ કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જે તેના મિત્રોને મોકલ્યો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

જેમાં તે જણાવે છે કે આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી.. દુનિયામાં કોઈ કોઈનું નથી… એવું માની આપઘાતની કોશિશ કરી હતી. આ ઘટનામાં બી-ડિવીઝન પોલીસે યુવકને બચાવી તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેના મિત્ર સાથે ચોટીલા મોકલી આપ્યો હતો.

આ ઘટનામાં બી-ડિવીઝનના સ્ટાફનો એક અધિકારી સવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે સેટેલાઇટ ચોક પાસે આવેલી સુપર હાઇટ્સ નામની બિલ્ડિંગ નીચે મોટી સંખ્યામાં ભીડ જોઈ હતી. ત્યાં જઈને જોયું તો બિલ્ડિંગના ટોપ ફ્લોર પર એક યુવક લટકતો બેઠો હતો. પોલીસે સ્થાનિકોની પુછપરછ કરતા જાણવા મળ્યું કે આ યુવક આત્મહત્યા કરવા માંગે આવ્યો છે ( વિડિઓ નીચે આપેલો છે )

જેના કારણે ટેરેસ પર ચઢ્યો છે. આ ઘટનામાં તાત્કાલિક બી ડિવીઝનના સ્ટાફે ચતુરાઈથી બિલ્ડિંગના ટેરેસ પર પહોંચ્યા હતા. ત્યાં યુવક સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવી તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને પાછળથી પકડી નીચે ઉતાર્યો હતો. પોલીસે આ યુવકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે યુપીનો રહેવાસી છે.

તે બે વર્ષનો હતો ત્યારે માતાનું અવસાન થયું હતું. તેના પિતા હાલમાં અમદાવાદમાં રિક્ષા ચલાવે છે. તેણીના પિતાએ ત્રણ વર્ષ પહેલા તેના મિત્ર સાથે મારુતિનગરમાં રહેવા મોકલ્યો હતો. પણ તેને જિંદગીમાં કંટાળો આવવા લાગ્યો તો તેણે ટૂંકાવવાનું વિચાર્યું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=271038025117083 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *