હજી હળી કરો / આ યુવક એક સાથે ત્રણ ત્રણ સાપની કાઢતો હતો અણી, જુઓ સાપનો બાટલો ફાટતા થયું એવું કે વિડિઓ જોઈને શ્વાસ થંભી જશે : જુઓ વિડિઓ

અજબ ગજબ

આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર વીડિયો(Viral videos) વાયરલ થવાનું સામાન્ય થઇ ગયું છે. ઘણી વખત વાયરલ થતા વીડિયો રાતોરાત ઘણા લોકો ફેમસ થઇ જાય છે, જેના કારણે લોકો ક્યારેક અજીબોગરીબ હરકતો પણ કરે છે. તે જ સમયે, ઘણા લોકો લાઇમલાઇટમાં આવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વ્યક્તિ એક નહીં પરંતુ ત્રણ કોબ્રા સાથે રમતો જોવા મળી રહ્યો છે, પરંતુ આગળ શું થયું તે જોઈને તમારી આંખો ફાટી જશે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક વ્યક્તિ ત્રણ કોબ્રા સાપ સાથે સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે જે જોઇને તમારો શ્વાસ થંભી જશે. સિરસીનો માઝ સૈયદ નામનો સ્ટંટમેન એક નહીં પરંતુ ત્રણ કિંગ કોબ્રા સાથે વીડિયો શૂટ કરી રહ્યો હતો, ત્યારે તેની એક ભૂલ તેને હોસ્પિટલ લઈ જવા મજબુર થઇ ગઈ.

વિડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યકિત સાપ સામે બેઠેલો જોવા મળે છે. આ પછી, વ્યક્તિ પહેલા નાના કોબ્રાની પૂંછડીને ખેંચે છે, ત્યારબાદ તેની પૂંછડીને રમાડવા લાગે છે. ત્યારબાદ આ વ્યકિત આ સાપની નકલ કરી રહ્યો છે. ત્યાર બાદ આ વ્યકિત સાપની અણી કાઢે છે, ત્યારે અચાનક તેમાંથી એક તેના પગ પર હુમલો કરે છે અને સાંપને તે છોડાવવાની કોશિશ કરે છે.

આ વિડિયો IFS ઓફિસર સુશાંત નંદા એ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘કોબ્રા સાથે આ પ્રકારનું વર્તન કરવું ખુબ જ ભયંકર છે’.

સ્નેકબાઈટ હીલિંગ એન્ડ એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર પ્રિયંકા કદમ દ્વારા શેર કરવામાં આવેલી એક ફેસબુક પોસ્ટ દર્શાવે છે કે સૈયદને કોબ્રાએ ડંખ માર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રિયંકા કદમના જણાવ્યા અનુસાર, બધા કોબ્રા ઝેરી હોય છે. સૈયદના કિસ્સામાં પણ એવું જ થયું. સાંપ કરડી જતા તેને એન્ટી વેનોમની 46 શીશીઓ આપવામાં આવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.