આલે લે તારે…લગ્નમાં ભાંડો ફૂટ્યો, યુવક બીજા લગ્ન કરવા માંડવે બેસ્યો, અને ત્યા જ પહેલી પત્ની આવી ચઢી, જુઓ પછી જે થયું….

ગુજરાત

પેટલાદના એક લગ્નમાં ગજબનો ઘાટ સર્જાયો હતો. વરરાજાના પહેલા લગ્ન થયા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. ચાલુ લગ્નમાં પહેલી પત્નીએ બીજા લગ્નનો વિરોદ કરતા મામલો બિચક્યો હતો. જેના બાદ પતિએ લગ્ન છોડીને ભાગવુ પડ્યુ હતું. પેટલાદના નાર ગામે લગ્નમાં બબાલનો વીડિયો પણ સામે આવ્યો છે.

પેટલાદના નાર ગામે આણંદના રહેવાસી પાર્થ પટેલ નામના યુવકના લગ્ન લેવાયા હતા. આ માટે એનઆરઆઈ યુવતી સ્પેનથી આવી હતી. લગ્ન મંડપમાં બધી તૈયારી થઈ ગઈ હતી. ત્યાં અચાનક પાર્થની પહેલી પત્નીએ આવી હતી. પરણીત યુવક દ્વારા બીજા લગ્ન કરતા પહેલી પત્નીએ વિરોધ કર્યો હતો. અમિષા ચૌહાણ નામની યુવતીએ આવીને કહ્યુ કે, તેના લગ્ન પાર્થ પટેલ સાથે વર્ષ 2019 મા થયા હતા. તેમણે કોર્ટમા લગ્ન કરીને 6 મહિના સુધી સાથે રહ્યા હતા. તેના બાદ તે પિયર ગઈ હતી. આ દરમિયાન પાર્થને સોશિયલ મીડિયા પર અન્ય યુવતી સાથે પ્રેમ થયો હતો. ગત વર્ષે પાર્થે તેની પાસેથી ડિવોર્સ માંગ્યા હતા. અમારા ડિવોર્સ હજુ સુધી થયા જ નથી, તો પાર્થ બીજા લગ્ન કેવી રીતે કરી શકે.

યુવતીએ આ મામલે પોલીસ બોલાવી હતી. યુવતીએ પોલીસને કહ્યું કે, અમે લગ્નમાં ગયા તો તેના પિતાએ ખોટા ડિવોર્સ પેપર બતાવ્યા હતા. આમ, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

પહેલી પત્નીએ લગ્નનો વિરોધ કરતા જાનમાં આવેલ મહેબૂબ ખાન નામના વ્યક્તિએ લગ્ન અટકાવવા બદલ રિવોલ્વર પણ તાકી હતી. મહેબૂબખાન નામનો વ્યક્તિ તારાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાનો તેણે દાવો કર્યો હતો. ચાલુ લગ્નએ પહેલી પત્નીએ બીજા લગ્નનો વિરોધ કરતા મામલો બિચક્યો હતો. તેણે બંદૂક બતાવી પ્રથમ પત્નીના પરિવારને ખુલ્લેઆમ ધમકી આપી હતી. બીજી તરફ, મામલો બિચકતા લગ્ન અધૂરા રહ્યા હતા અને વરરાજા કારમાં બેસી લગ્ન મંડપમાંથી ભાગી છૂટ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.