ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ / જૂનું મકાન પચાવવા યુવકના માથા પર એવું ભૂત ચડ્યું કે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, જાણીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે

ટોપ ન્યૂઝ ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મનસુરભાઈ કાસમભાઈ કોટડીયા નામના 63 વર્ષના આધેડને છરીના ઘા ઝીંકીને સરાજાહેર મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. જેથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ બનાવનો હત્યારો ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં આવી ગયો.

દ્વારકા જિલ્લાનુ ભાણવડ શહેર આમ તો શાંત માનવામાં આવે છે. પણ કહેવત છે કે દર જમીન અને જોરૂ ત્રણેય કજીયા છોરું, એ મુજબ ભાણવડના પોશ‌ એરીયામા વેરાડ નાકા ભરચક વિસ્તારમાં ગત રવિવારે મોડી સાંજના સમયે અચાનક‌ જ લોહિયાળ ખેલ ખેલાઇ જતા લોકોમા‌ ભયનો માહોલ સૅજાયો હતો. સમગ્ર ઘટના પર નજર કરીયે તો, ભાણવડના વેરાડ નાકા અંદર રહેતા મનસુર કાસમભાઈ કોટડીયા (ઉંમર વર્ષ 63) નુ જુનું મકાન સલીમ મનસુર આલી રામનાણી‌ દ્વારા કોઇપણ‌ ભોગે‌ સસ્તાં ભાવે પચાવી પાડવાનો ખેલ ચાલી રહ્યો હતો.

સલીમ મનસુરભાઈને મકાનને સસ્તામા પચાવી પાડવા અને કોઈ પણ ધોરણે આ મકાનને પોતાના નામે કરવા દબાણ કરતો હતો. ત્યારે રવિવારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં સલીમે મન્સુરભાઈ સાથે કરી માથાકૂટ કરી હતી અને બાદમાં છરીના ઘા ઝીંકી મન્સુરભાઈની હત્યા કરી હતી.

મન્સુરભાઈ એકલવાયું જીવન જીવતા હતા. તેમનો પરિવાર વિદેશમાં વસવાટ કરે છે અને તેઓ તેમના જુના મકાનની પાસે ભાડાના મકાનમાં રહે છે. ત્યારે તેમનું જૂનું મકાન આરોપીને સસ્તી કિંમતમા કોઈપણ હિસાબે જોઈતું હતું. તેથી સલીમને મન્સુરભાઈ આ મકાન વેચવા તૈયાર ન હતા. જેથી આરોપી સલીમે મન્સુરભાઈના ઘર પાસે ઝગડો કર્યો અને ગાળો આપી હતી. બાદમાં આરોપીએ છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.

આ ઘટનાની જાણ મન્સુરભાઈના ભત્રીજાને થતા મન્સુરભાઈના ઘર પાસે ગયા હતા, જ્યાં આરોપી સલીમ સ્કૂટર લઈને નાસી છૂટ્યો હતો. બીજી તરફ મન્સૂરભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. ત્યારે 108 મા ફોન કર્યો હતો. જ્યાં 108 ના તબીબે મન્સુરભાઈને મૃત જાહેર કર્યા હતા. ભત્રીજાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સલીમ વિરુદ્ધ હત્યા અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જેની ભાણવડ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આરોપી સલીમની અટકાયટ કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સલીમની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, મૃતક મન્સુરભાઈ મૂળ માળીયા હાટીના, જૂનાગઢ જિલ્લાના રહેવાસી છે અને તેમને બે સંતાન છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે, બંને વિદેશમા રહે છે. તેમને બે પત્નીઓ છે, બંને સાથે તેમના છૂટાછેડા થયા છે. પહેલી પત્ની હાલ મુંબઈ રહે છે. જ્યારે તેને બીજી પત્નીનું મોત થઇ ચૂક્યું છે. જેથી મન્સુરભાઈ હાલ એકલવાયું જીવન જીવતા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.