આ જબરું લે / નાના ભાઈના લગ્ન થયા અને હું રહી ગયો, જુઓ લગ્નનો ખાર રાખી બેરહમીથી ભાઈએ કરી ભાઈની જ હત્યા

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રાજકોટમાં શુભ પ્રસંગે સંબંધોની હત્યા થઈ છે. લગ્નની ખાર રાખીને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા લગ્ન (wedding) નો પ્રસંગ માતમમાં છવાયો હતો. રાજકોટના કુવાવડા રોડ પર આવેલ એક પરિવારમાં લગ્નની ખાર રાખીને મોટાભાઈએ નાના ભાઈની હત્યા (murder) કરતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કુચીયાદળ વિસ્તારમાં મૂળ આગ્રાનો પરિવાર રહે છે. આ પરિવારના બે દીકરાઓ છે. જેમાં 22 વર્ષીય પવનકુમાર શ્રીનિવાસની ગઈકાલે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામા આવી હતી. આ અંગે રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 22 વર્ષીય યુવકે તેના જ સગા મોટાભાઈએ માથામાં બેટ અને ઈંટ ફટકારીને માર્યો હતો. જેના બાદ તેની હત્યા થઈ હતી. બંને ભાઈઓ સાથે રહેતા હતા. પરંતુ નાના ભાઈના લગ્ન થઈ ગયા, અને હું રહી ગયો એ વિચારમાં મોટાભાઈએ ઝઘડો કર્યો હતો. જેમાં તેણે નાના ભાઈની હત્યા કરી હતી.

તપાસમાં સામે આવ્યું કે, પવનકુમાર અને સાવનકુમાર શ્રીનિવાસ બે ભાઈઓ છે. તેઓ મૂળ યુપીના અગ્રાના વતની છે. સાવનકુમાર પરિવારમા ત્રણ દીકરામાં બીજા નંબરે આવે છે. મોતને ભેટનાર પવનકુમાર ત્રીજા નંબરનો દીકરો હતો. તેમના માતાપિતા આગ્રામાં રહે છે અને પવન તથા સાવન બંને રાજકોટની ફેક્ટરીમાં બે વર્ષથી નોકરી કરે છે અને ફેક્ટરીની ઉપરની ઓરડીમાં રહે છે. ગત રાત્રે બંને ભાઈઓ વચ્ચે લગ્ન બાબતે માથાકૂટ થઈ હતી. પવનકુમાર નાનો હોવા થતા તેના લગ્ન નક્કી થઈ ગયા હતા. પરંતુ સાવનકુમાર મોટો હોવા છતા તેના લગ્ન થયા નથી આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. સાવનકુમારે નાના ભાઈને કહ્યુ હતું કે, તુ નાનો છે છતા તારા લગ્ન થી ગયા, હું મોટ છું છતા મારા લગ્નનું તમે ઘરના લોકો કંઈ વિચારતા નથી. આ બાદ બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. પરંતુ પવનકુમારે મોટાભાઈને શાંત થવા કહ્યુ હતું અને શાંતિથી સૂઈ જવા કહ્યુ હતું. પરંતુ ઉશ્કારાયેલો સાવનકુમાર વધુ ઉગ્ર બન્ોય હતો. તેણે આવેગમાં આવીને નાના ભાઈના માથા પર ઈંટ ફટકારી હતી. એટલુ જ નહિ, તેણે બેટથી પણ હુમલો કર્યો હતો. જેથી પવનકુમાર ત્યાં જ ઢળી પડ્યો હતો.

આ વાતની જાણ ફેક્ટરી માલિકને થતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. પવનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બાદ પોલીસે મોટાભાઈ સાવનકુમારની ધરપકડ કરી છે અને આગ્રામાં રહેતા પરિવારને આ બાબતની જાણ કરી છે.

આ પરિવારના બે દીકરાઓ છે. જેમાં 22 વર્ષીય પવનકુમાર શ્રીનિવાસની ગઈકાલે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામા આવી હતી. આ અંગે રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 22 વર્ષીય યુવકે તેના જ સગા મોટાભાઈએ માથામાં બેટ અને ઈંટ ફટકારીને માર્યો હતો. જેના બાદ તેની હત્યા થઈ હતી. બંને ભાઈઓ સાથે રહેતા હતા. તપાસમાં સામે આવ્યું કે, પવનકુમાર અને સાવનકુમાર શ્રીનિવાસ બે ભાઈઓ છે. તેઓ મૂળ યુપીના અગ્રાના વતની છે. સાવનકુમાર પરિવારમા ત્રણ દીકરામાં બીજા નંબરે આવે છે.

સાવનકુમાર મોટો હોવા છતા તેના લગ્ન થયા નથી આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. સાવનકુમારે નાના ભાઈને કહ્યુ હતું કે, તુ નાનો છે છતા તારા લગ્ન થી ગયા, હું મોટ છું છતા મારા લગ્નનું તમે ઘરના લોકો કંઈ વિચારતા નથી. આ બાદ બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. પરંતુ પવનકુમારે મોટાભાઈને શાંત થવા કહ્યુ હતું અને શાંતિથી સૂઈ જવા કહ્યુ હતું. પરંતુ ઉશ્કારાયેલો સાવનકુમાર વધુ ઉગ્ર બન્ોય હતો. તેણે આવેગમાં આવીને નાના ભાઈના માથા પર ઈંટ ફટકારી હતી. એટલુ જ નહિ, તેણે બેટથી પણ હુમલો કર્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.