આજકાલ નાની ઉંમરમાં થયેલો પ્રેમ ખૂબ જ મોટી આફ્તો ઉભી કરી શકે છે. જેમાં નાની ઉંમરમાં થયેલા પ્રેમ પ્રકરણના કારણે વાત દુ.ષ્ક.ર્મ, શારીરિક અડપલા અને હત્યા સુધી પણ પહોંચી ગઈ છે. કાલે વધુ એક કિસ્સો આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં બની ચૂક્યો છે. બોરસદ તાલુકાના સિંગલાવ ગામમાં તોફીક સિકંદર રાણા નામનો એક યુવક રહે છે.
આ યુવકની ઉંમર 20 વર્ષ છે. અને તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તો બીજી બાજુ એ ગામમાં માત્ર ૧૪ વર્ષની એક સગીરા રહે છે. આ સગીરાની ઉંમર માત્ર અને માત્ર ૧૪ વર્ષની છે. છતાં પર ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી. ખાનગી કંપનીમાં કામ કરતો તોફીક સિકંદર રાણા અને આ સગીરા બંને ફેસબુકના માધ્યમથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.
ત્યારબાદ તેઓ એકબીજા સાથે ખૂબ જ વાતો કરવા લાગ્યા હતા. અને બંનેના મનમાં એક બીજા પ્રત્યે સુમેળ બનવા લાગ્યો હતો. ધીમે-ધીમે બન્ને ફોન નંબરની આપ-લે પણ કરી દીધી હતી. અને ખૂબ ગાઢ મિત્રતા બંધાઈ ચૂકી હતી. ધીમે-ધીમે તેઓ એકબીજાની નજીક આવીને પ્રેમમાં પડી ગયા હતા.
એક દિવસ તો તોફીક રાણાએ સગીરાને ફોન કર્યો હતો. અને તેને ઘરની બહાર બોલાવી લીધી હતી. તોફીક રાણાએ તેના ઘરની બહાર બાઇક લઇને ગયો હતો. તેણે આ સગીરાને પોતાની બાઈક ની પાછળ બેસાડી હતી. અને ત્યાર બાદ ગામની નજીક આવેલા એક ખેતરમાં લઈ ગયો હતો.
સાંજના સમયે ખુબ જ અંધારું હોવાને કારણે લાભ લઈને તેને સગીરા પર વારંવાર દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. આખી રાત યુવતી ઘરે ન હોવાને કારણે પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. એવામાં સવાર સવારમાં 14 વરસની દીકરી ઘરે આવતા તેની હાલત જોઇને જ પરિવારના હોશ ઉડી ગયા હતા.
આ વાત સાંભળતાની સાથે જ પરિવારનાં સૌ કોઈ લોકોને આંખ બહાર આવી ગઈ હતી. સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બની ગયા હતા કે માત્ર ૧૪ વર્ષની સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ પણ આચર્યું હતું અને બાકીના લોકો જોતા જ રહી ગયા. અંતે પરિવાર વાસદ પોલીસ સ્ટેશનમાં તોફીક રાણા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ આ ઘટનાને લઇને તપાસ કરી રહી છે.
અમે અમારા ન્યુઝ પોર્ટલના માધ્યમથી સૌ કોઈ વાલીઓ તેમજ યુવતીઓને જણાવી રહ્યા છીએ કે ક્યારેય પણ ટૂંક સમયમાં મળેલા થયેલા વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ કરવો ન જોઈએ. સૌપ્રથમ દરેક વ્યક્તિની સંપૂર્ણપણે ચકાસણી કરવી જોઈએ. ત્યારબાદ જ કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત ચાલુ કરવી જોઈએ તેમજ દરેક માતા-પિતાને પણ વિનંતી છે કે નાની ઉંમરમાં બાળકોને સોશિયલ મિડીયા જેવા દુષણથી દુર રાખવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!