હવે તો સુધારો / જુઓ યુવકે એક ભૂલ કરી અને દીવના નાગવા બીચ પર મળ્યું મોત

ગુજરાત ટોપ ન્યૂઝ

દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન દરિયામાં ગરક થઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, સુત્રાપાડા જીએચસીએલ કંપનીમાં નોકરી કરતા 6 મિત્ર રજા હોવાથી કાર લઈને દીવ ફરવા માટે આવ્યા હતા અને બપોરના 4 વાગ્યાની આસપાસ નાગવા બીચ નજીક આવેલા ખડકની ટેકરી પરથી સમુદ્રનાં મોજાં સાથે સેલ્ફી લઈ રહ્યા હતા.

એ દરમિયાન અચાનક જ ઊંચું મોજું ઊછળતાં દુર્ગા પ્રસાદ વેકતરાવ ઘેરીડી (ઉં.વ.38) રહે. આંધ્રપ્રદેશ દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો. એની જાણ થતાં નાગવાની સ્પીડ બોટ અને ફાયર સ્ટાફની મદદથી આ યુવાનને દરિયાના પાણીમાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરાયો હતો.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મિત્રો સાથે દીવના નાગવા બીચ ફરવા આવેલા 38 વર્ષીય સુત્રાપાડાના યુવાનનું દરિયામાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આંધ્ર પ્રદેશનો યુવક દુર્ગા પ્રસાદ વેંકટરાવ ગેરડી સૂત્રાપાડાની કંપનીમાં નોકરી કરતો હતો અને રજાઓના દિવસોમાં તે મિત્રો સાથે ફરવા બીચ પર આવ્યો હતો.

નાગવા બીચમાં મિત્રો સાથે દરિયામાં ન્હાવા ગયા ત્યારે સેલ્ફી લેવાની ઘેલજાએ યુવકે જીવ ગુમાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ યુવક સેલ્ફી લેતો હતો ત્યારે દરિયાના પ્રચંડ મોજાએ થપાટ મારતા તેનો પગ લપસ્યો હતો અને જોતજોતામાં તે દરિયામાં ડૂબી ગયો હતો.

યુવક દીવમાં ડુબી જતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક વોટર સ્પોર્ટ્સ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. દરિયામાંથી બહાર કાઢીને યુવકને 108 દ્વારા દિવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પી.એમ અર્થે મોકલ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *