ભારે કરી / એક યુવકે ગામના 10 લોકોને આડેધડ પાવડા જીક્યા, જુઓ આ નફ્ફટની હરકતથી થયું એવું કે જાણીને આંચકો લાગશે

ઇન્ડિયા

આખા દેશમાં હત્યાનના કેસો દિવસેને દિવસે ખુબ જ વધતા જાય છે. લાગી રહ્યું છે કે, લોકોમાં પોલીસનો ડર જ ખતમ થઈ ગયો છે. એવામાં હાલમાં જ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બુલંદશહેર જિલ્લામાં (Bulandshahr District) એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીંના પરવાના ગામમાં ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં(Khanpur police station area) એક યુવકે ગામના લગભગ 10 લોકો પર પાવડા વડે હુમલો કર્યો.

આ હુમલા દરમિયાન ત્રણ લોકોના મોત નીપજ્ય હતા. જ્યારે અન્ય લોકોની હાલત ખુબ જ ગંભીર હોવાનું જણાયું છે. હાલ જેઓને હોસ્પિટલમાં(Hospital) દાખલ કરવામાં આવ્યા છે. એક રીપોર્ટ અનુસાર, ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરવાના ગામમાં સોમવારે સવારે એક યુવકે ગામના 8-10 લોકો પર પાવડા વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલોને ગંભીર હાલતમાં હાયર મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર છે. આરોપીને કેટલાક લોકો મંદબુદ્ધિ કહી રહ્યા છે તો કેટલાક લોકો તેની માનસિક સ્થિતિ સારી હોવાનું જણાવી રહ્યા છે.

જો કે આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સીઓ સાયના અને એસપી સિટી સ્થળ પર તપાસમાં રોકાયેલા છે. અને પોલીસે ખાતરી આપી છે કે, ટુક સમયમાં આરોપીને શોધી તેની ધરપકડ કરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.