સંઘપ્રદેશ દમણમાં સગીર પર ચોરીનો આરોપ મૂકી લોકો ભાન ભૂલ્યા, સગીરને નગ્ન કરી જાહેરમાં બાંધીને ઢોરમાર માર્યો
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર સાથે કેટલાક લોકોએ જાહેરમાં કરેલા અમાનવીય કૃત્યનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. સગીર વયના કિશોર પર ચોરીનો આરોપ મૂકી કેટલાક લોકોએ તેને નગ્ન કરી જાહેરમાં ફટકાર્યો હતો. કિશોરને પોલીસને સોંપવાને બદલે લોકોએ જાતે જ ન્યાય કરી નાખતાં ચકચાર મચી છે. પોલીસે વાઈરલ વીડિયોના આધારે સગીરની અને તેને તાલીબાની સજા આપનાર નરાધમોની શોધખોળ શરૂ કરી આ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં કેટલાક લોકો પીડિત કિશોર પર ચોરીનો આરોપ મૂકી રહ્યા છે. જો ખરેખર કિશોર ચોરી કરતા ઝડપાયો હોય તો તેને પોલીસને સોંપવો જોઈએ. એને બદલે લોકોએ પૂરી હકીકત જાણ્યા વગર જાતે જ ન્યાય કર્યો હતો, એ પણ તાલીબાન જેવો. એકલો કિશોર રડતો રડતો છોડી દેવાની અરજ કરતો રહ્યો, પણ ઉપસ્થિત લોકોમાંથી એકપણ વ્યકિતને દયા ના આવી. સગીર જાણે કોઈ મોટો ગુનેગાર હોય એ રીતે લોકોએ તેનાં કપડાં કાઢી નાખી રસ્તા પરના એક બોર્ડની એંગલ સાથે બાંધી દીધો. ત્યાર બાદ પીડિતને જમીન પર પછાડી તેના પગ પર એક વ્યકિત ઊભો રહી માર મારતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં જ્યારે લોકો કિશોરને જમીન પર પટકી માર મારી રહ્યા છે ત્યારે જ નજીકમાં એક ખાખી વર્દીધારી પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે જો આ વ્યક્તિ પોલીસકર્મી છે તો પછી તેને કાયદો હાથમાં લઈ રહેલા લોકોને કેમ ના રોક્યા?
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં કેટલાક લોકો સગીર કિશોરના હાથ બાંધી રહ્યા છે, કેટલાક ચપ્પલ વડે મારી રહ્યા છે તો કેટલાક પગ પર ઊભા રહી ત્રાસ ગુજારી રહ્યા છે. તો બીજી તરફ તમામ વીડિયોમાં સગીર રડી રહ્યો છે અને છોડી દેવાની આજીજી કરી રહ્યો છે, પરંતુ લોકોને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય એ રીતે તેને માર મારી રહ્યા છે. તો બીજી તરફ આસપાસ ઊભેલા લોકો પણ સગીરને બચાવવાના બદલે તમાશો જોતા જોવા મળી રહ્યા છે.
વાઈરલ વીડિયો મામલે દમણના એસપી અમિત શર્માએ કહ્યું હતું કે આ ઘટના મામલે દમણ પોલીસના PIને તપાસ સોંપવામા આવી છે. સગીરને નિર્દયપૂર્વક માર મારનારાં તત્ત્વો સામે FIR નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે વીડિયોમાં દેખાતા પીડિત સગીર અને માર મારનારા શખસોની શોધખોળ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!