સાવધાન / આ વિડિઓ જોયા પછી તમે ચણા ખાવાનું જ બંધ કરી દેશો, લારી વાળો એવું કરી રહ્યો છે કે તમને જોઈને ઉપકા થશે : VIDEO

રાજકોટ ટોપ ન્યૂઝ

ખાવા પીવાની વસ્તુ બાબતે સરકાર અને તંત્ર નાગરિકો પ્રત્યે કેટલું ચિંતિત છે તે તો સૌકોઇ જાણે જ છે. તે બાબતે કોઇ પણ ટીપ્પણી કરવી જ અયોગ્ય છે. જો કે હવે તો હદ થઇ ચુકી છે તેમ છતા પણ તંત્ર નથી જાગી રહ્યું. મોરબીનો એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગટરના પાણીથી લીલા ચણા ધોવામાં આવી રહ્યા છે. લોકો આ ચણા ખુબ જ મોજથી ખાઇપણ રહ્યા છે. મોરબીના બેઠા પુલની નીચે ઉભેલી એક લારીમાં એક વ્યક્તિ ચણા વેચી રહ્યો હોય તેવું જોઇ શકાય છે.

મોરબી(Morbi)માં લોકોના આરોગ્યની સાથે ચેડાં થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ખુલ્લેઆમ લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી સામે આવતા મોરબીના લોકોના હોંશ ઉડી ગયા છે, જેમાં મોરબીમાં ગટરના પાણીથી લીલા ચણા ધોઇ બેફામ રીતે વેચાણ કરી લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો વીડિયો(Viral videos) સોશિયલ મીડિયા(Social media)માં વાઇરલ થતાં આખા મોરબીમાં ચકચાર મચી જવા પામ્યો છે.

જો કે તે ચણાનું વજન વધે તે માટે ચણા પર સતત પાણીનો છંટકાવ કરી રહ્યો છે. જો કે આ પાણી તે જ્યાંથી લાવે છે તે જોઇને તમે ચોંકી ઉઠશો. વ્યક્તિ તેની લારી ઉભી છે તેની બાજુમાં રહેલા એક ગટરના ખાબોચીયામાંથઈ પાણી ભરી લાવે છે અને તે પાણી સતત ચણા પર છાંટતો છે. જો કે આ વીડિયો કેટલો જુનો છે તે અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા થઇ શકી નથી. પરંતુ હાલ ચણાની સિઝન ચાલી રહી છે તેવામાં આ વીડિયો હાલનો જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સામાન્ય રીતે ચણા શિયાળાની સિઝનમાં જ પાકતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહત્વની બાબત છે કે, પાણીપુરીમાં પણ મોટા પ્રમાણમાં ગોટાળા થતા હોવાનાં વીડિયો છાશવારે સામે આવતા રહે છે. જો કે તંત્રની રહેમરાહ નીચે બધુ જ ચાલતું રહે છે. તેવામાં આ ગટરના પાણી જોઇને નાકના ટેરવા ચડાવતા અનેક લોકો આ ચણા મોજથી આરોગી ગયા પણ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચણા આરોગ્ય માટે કેટલા હેલ્ધી તે એક મોટો સવાલ છે. જ્યાં સમગ્ર શહેરનો કચરો અને પાણી ઠલવાય છે તેમાંથી પાણી લઇને ચણા પર છાંટતો આ વ્યક્તિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખ્સ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરી લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો કેટલા દિવસ જૂનો છે એ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

મોરબીમાં લોકોનાં આરોગ્યની સાથે સરેંઆમ ચેડાં કરી લીલા ચણા પર ગટરનું પાણી નાખીને વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા સમગ્ર મોરબીમાં ચકચાર મચી જવા પામી છે અને સાથે જ એક ચર્ચાનો વિષય બન્યો છે. તંત્ર દ્વારા આ વાઇરલ વીડિયોની તપાસ કરવામાં આવે અને તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માગ મોરબી વાસીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે. મોરબી આરોગ્ય વિભાગના લોકોએ આ અંગે જણાવતા કહ્યું હતું કે “અમને આ વાઇરલ વીડિયોની કોઇ જાણકારી નથી તેમ છતાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરીશું.”


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.