‘નાયક નહિ ખલનાયક હું મેં’ / ડાન્સ કરતા-કરતા યુવકને એવું સુરાતન ચડ્યું કે પોતાની જ છાતીમાં ઝીંકી દીધો છરો, જુઓ પછી જે થયું એ જાણીને કાળજું કંપી ઉઠશે : જુઓ LIVE વિડીયો

ઇન્ડિયા

સોશિયલ મીડિયા પર એક વધુ દહેશત ફેલાવતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક હોળીની મસ્તીમાં પોતાના સાથીઓ સાથે નાચી રહ્યો છે અને તેના એક હાથમાં ચાકૂ છે. તેનો એક અન્ય મિત્ર વીડિયો બનાવી રહ્યો છે. અચાનક ત્યારે જ તે વ્યક્તિની છાતીમાંથી લોહીની ધારા છૂટી તો બધા હક્કાબક્કા રહી ગયા. આ ઘટનાનો વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લોહીથી લથપથ થઈ ગયો યુવક
નાચી રહેલા વ્યક્તિને પોતાના શર્ટ પર કઈક વહેતું હોય તેવું મહેસૂસ થાય છે. જ્યારે તે શર્ટ પર હાથ લગાવે છે તો ચોંકી જાય છે. શર્ટ પર લોહી વહી રહ્યું હતું અને થોડીવારમાં જ શર્ટ લોહીથી લાલ થઈ ગયું.

દારૂના નથામાં કરાયેલી આ હરકત એટલી જીવલેણ સાબિત થઈ કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થઈ ગયું. ત્યારબાદ પોતાના પર જ ચાકૂથી હુમલો કરવાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો.

પોતાની છાતીમાં જ માર્યું ચાકૂ
હકીકતમાં યુવક જે ગીત પર ડાન્સ કરતો હતો તેના બોલ હતા ‘નાયક નહીં, ખલનાયક હૂં મે..’ આ ગીતના એક શબ્દ પર વ્યક્તિ એટલો ભાવુક થઈ ગયો કે તેણે હાથમાં પકડી રાખેલા ચાકૂથી પોતાની જ છાતી પર મારવા લાગ્યો. ચાકૂની અણી સીધી તેના હ્રદયમાં ઘૂસી ગઈ અને પછી તો લોહીની ધાર છૂટી. આ દુખદ ઘટના મધ્ય પ્રદેશના ઈન્દોરની હોવાનું કહેવાય છે.

તેનું ઘણું લોહી વહી ગયું હતું, તેની હાલત ખુબ જ ગંભીર હતી. હોસ્પિટલમાં લાવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર તે ફિલ્મી સ્ટાઈલમાં છરી લઈને ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટના બાદ લોકોના હોશ ઉડી ગયા હતા અને ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.