સુરતવાળી થતા-થતા રહી ગઈ / હજીતો ‘ગ્રીષ્મા’ની સાહી સુકાઈ નથી ત્યાં ધોરાજીમાં પ્રેમીએ કર્યો હિચકારો હુમલો, જુઓ મહિલાએ ના પડતા બંને હાથ પર છરીના ઘા ઝીંક્યા : જાણો લોહીલુહાણ પ્રેમકથા

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરતમાં એકતરફી પ્રેમીએ યુવતીની હત્યા કર્યાની ઘટના હજુ તાજી છે ત્યારે ધોરાજીમાં પણ પ્રેમીએ મહિલા પણ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. એમાં મહિલા પર પ્રેમી દ્વારા હુમલો કરી વાળ અને નાક કાપી છરી વડે હત્યાની કોશિશ કરવામાં આવી છે. પ્રેમી પેટના ભાગે છરીનો ઘા ઝીંકે એ રોકવા મહિલાએ પ્રતિકાર કર્યો તો બંને હાથમાં છરીના ઘા ઝીંકતાં લોહીલુહાણ બની હતી. હુમલો કર્યા બાદ પ્રેમી નાસી છૂટ્યો હતો અને મહિલાને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે. હાલ સમગ્ર ઘટનાને લઈને ધોરાજી પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક વર્ષ પહેલાં મહિલા પ્રેમી સાથે રાજકોટ રહેતી હતી
ધોરાજીના આંબાવાડી કોલોનીમાં રહેતી 25 વર્ષીય ફરજાનાબેન ઉર્ફે હજુ સીતારભાઈ માલવિયા નામની મહિલા પર ગઇકાલે મૂળ આટકોટના અને હાલ રાજકોટ રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જનમામદભાઈ જુણેજા નામના પ્રેમીએ હુમલો કર્યો હતો. પતિ સાથે છૂટાછેડા લઇ મહિલા એક વર્ષ પહેલાં પ્રેમી સુલતાન સાથે રાજકોટ રહેતી હતી. બાદમાં ફરજાના ધોરાજી પોતાના માતાના ઘરે પરત જતી રહી હતી. સુલતાને ફરજાનાને પરત રાજકોટ આવી જવા દબાણ કર્યું હતું, પરંતુ ફરજાના પરત ન આવતાં સુલતાન અને તેના મિત્રએ ધોરાજી જઈ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનાથી ધોરાજી પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સુલતાને ફરજાનાના પેટમાં છરીના ઘા મારવાના પ્રયત્ન કર્યો હતો. જોકે ફરજાનાએ પેટમાં ઘા મારતો રોકવા માટે પોતાના હાથ વડે બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો, આથી બન્ને હાથમાં ઈજાઓ પહોંચી છે. બાદમાં ફરજાનાને જમીન પર પછાડી અને મિત્રએ પકડી રાખી સુલતાને ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં મહિલાનું નાક કાપી અને બન્ને ગાલ પર છરી વડે ઈજાઓ પહોંચાડી સુલતાન અને તેનો મિત્ર નાસી ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ ગંભીર ઇજાને કારણે વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે.

ફરજાનાના ભાઈ ઇમરાન માલવિયાએ જણાવ્યું હતું કે ચાર શખસ મારી બહેન પર હુમલો કરી ભાગી ગયા હતા. અમે ઘરે હાજર નહોતા ત્યારે મારી બહેન પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનારમાં એક ટીપુ જુણેજા અને બીજો રાહુલ કરીને હતો. બીજી બે વ્યક્તિને હું ઓળખતો નથી.

મારી માતાને પછાડી બહેન પર હુમલો કર્યોઃ પીડિતાની બહેન
પીડિતાની બહેન કૌશરબેન માલવિયાએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ પહેલા મારા ભાઈ પાસે આવી હતી. બાદમાં ઘરે આવી મારા મમ્મીને પછાડી દીધાં હતાં. મારા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં મારી બહેનના વાળ પકડી કાપી નાખ્યા હતા. બાદમાં ઢસડીને ઘરની બહાર લઈ ગયો. રાહુલે મારી બહેનના બે હાથ પકડી રાખ્યા અને સુલતાને નાક કાપી નાખ્યું, સુલતાને કહ્યું હતું કે તું નાક નહીં કાપવા દે તો તારા બે હાથ કાપી નાખીશ. બાદમાં પેટના ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા. હાથમાં પણ છરીથી હુમલો કર્યો હતો. મારી બહેન સાથે સુલતાને બળજબરીથી લગ્ન કર્યા હતા. સુલતાન બહુ હેરાન કરતો હોવાથી મારી બહેન અમારા ઘરે આવી ગઈ હતી. સુલતાને મારી બહેનના ગર્ભમાં રહેલું બાળક પણ પડાવી નાખ્યું હતું.

સુલતાન હાલ ઘંટેશ્વરમાં રહે છે તેમજ ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ઘાતક હથિયારો અને મોંઘા ફોન સાથે પોતાની તસવીરો અપલોડ કરી છે. એક તસવીરમાં આરોપી દારૂની બોટલો, સોડાની બોટલો અને કાજુ-બદામ ખાતો જોવા મળે છે. આ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી તસવીરો પરથી સાબિત થાય છે કે ગુનાહિત માનસિક ધરાવતા સુલતાનને પોલીસની બીક નથી. શું રાજકોટ પોલીસે આરોપીને ઝડપી લઈ જાહેરમાં કાયદાનું ભાન કરાવશે કે કેમ? તેવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.