હનુમાનજીની આ મૂર્તિમાં છે ગજબનું તેજ, જુઓ દર્શન કરવાની સાથે જ ભક્તો થઈ જાય છે અભિભૂત, ફોટાને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો

ધર્મ

મધ્યપ્રદેશમાં દેવાસ જિલ્લામાં એક અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર આવેલું છે. આ હનુમાનજીને છત્રપતિ હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. સમસ્ત રાજ્યમાં આ ખૂબ જ પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે. મંદિરમાં હનુમાનજીની અતિ દુર્લભ મૂર્તિ સ્થાપિત છે.

મંદિરમાં આવેલી હનુમાનજીની મૂર્તિ ખાસ એટલા માટે છે કે તેમની ત્વચાનો રંગ અન્ય કોઈ મૂર્તિમાં જોવા મળતો નથી. જે ફક્ત આ મૂર્તિમાં જોવા મળે છે. આ મૂર્તિમાં હનુમાનજી નો ચહેરો ખૂબ જ આકર્ષક તે જ ધરાવે છે. આ મંદિરમાં મૂર્તિના દર્શન કરવાની સાથે જ ભક્તોના મનમાં શાંતિની લાગણી પ્રસરી જાય છે.

મૂર્તિ અનોખી હોવાને કારણે અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. મંદિરમાં નવ ફૂટની હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટ પહોળી છે. આ પ્રતિમામા હનુમાનજીના એક ખભા પર શ્રીરામ અને લક્ષ્મણજી બિરાજે છે અને એક હાથમાં ગદા છે.

આ મૂર્તિ ખૂબ જ દુર્લભ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા રાજસ્થાનમાં તૈયાર કરીને અહીં સ્થાપિત કરવામાં આવી હતી. માન્યતા એવી છે કે રાજસ્થાનના એક વેપારી આ મૂર્તિને વેચવા માટે લઈ જઈ રહ્યા હતા.

જ્યારે તે અહીં પહોંચ્યા ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. અહીં ત્યારે રાજાનું રાજ્ય હતું તેથી તેણે આ પ્રતિમા ને લઈને અહીં જ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો.

ખૂબ પ્રયત્ન કર્યા પછી વેપારી પણ સમજી ગયો કે આ ભગવાનનો આદેશ છે. તેને પણ મૂર્તિ અહીંના રાજાને આપી અને અહીં મંદિર નું નિર્માણ થયું. આ મંદિર 300 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *