સલામ છે તમને / આ પરિવારને ગાય સાથે છે અનોખો સંબંધ, ગાય માટે બનાવ્યો છે અલગ બેડરૂમ, અહીં ઠાઠથી રહે છે ગાયો : તસવીરો જોઈને તમે પણ સલામ કરશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

સોશિલમીડિયા (Social Media) પ્રાણીઓના ફોટાઓથી ભરેલું પડ્યું છે. રાજસ્થાનના જોતપુરમાં રહેતા એક પરિવારે પોતાના ઘરમાં 3 ગાયોને રાખી છે. પરિવારના લોકો ગાયોને પોતાના બેડરૂમમાં ફરવા, બેસવા અને રમવાની પરવાનગી આપે છે. પરિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘COWSBLIKE’ શેર કર્યો છે. આ પરિવારે પોતાની ગાયોનું નામ ‘ગોપી’, ‘ગંગા’, અને ‘પૃથુ’ રાખ્યું છે. ક્લિપમાં એક ગાય ધાબડો ઓઢીને પલંગ પર બેઠી છે જ્યારે બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે.

રાજસ્થાનમાં આવેલા જોધપુરના સુભાષ નગરમાં એક મહિલા પોતાના ઘરમાં ગાય અને વાછરડાને એક બાળકની જેમ રાખે છે. આ મહિલાનું ઘર સોશિયલ મીડિયામાં ‘COW HOUS’ નામથી ફેમસ થઈ ગયું છે.

ઘણા લોકો પોતાના ઘરે કુતરા અને બિલાડી પાળતા હોય છે અને તેમના માટે ઘરમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે, ગામડામાં ઘણા લોકો ગાય પણ પાળતા હોય છે, પરંતુ મોટાભાગે આપણે જોયું છે કે ગાયને ઘરની બહાર રાખેલા વાડામાં જ બાંધવામાં આવતી હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે કહાની ચર્ચાઈ રહી છે તેમાં તમને ગાય માટેનો અનોખો પ્રેમ જોવા મળશે.

જોધપુરની આ મહિલાનું નામ સંજૂ કંવર છે. તેમણે જણાવ્યું કે ભલેને બધા મંદિર જઈને ભગવાન શંકરના વાહન નંદીની પૂજા કરે છે પરંતુ રસ્તા પર ગાયોને જોઈને તે ઈગનોર કરે છે. તેમને આના પર વિશ્વાસ નથી.

આ પરિવારે પોતાની ગાયોના નામ “ગોપી, ગંગા અને પૃથુ” રાખ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગાય આરામથી બેડ ઉપર બેસે છે, સુઈ જાય છે, ઘરમાં પણ ખુબ જ આરામથી ફરી રહી છે. તો બેડ ઉપર ધાબળો ઓઢીને સુઈ પણ ગઈ છે. જોધપુરના સુભાસ નગરમાં એક મહિલા તેમના ઘરમાં ગાય અને વાછરડાને પોતાના બાળકોની જેમ દેખરેખ કરે છે.

મહિલાએ જણાવ્યું કે, ગાય પાલતુ પ્રાણી છે અને કોઈને નુકસાન નથી પહોંચતું. જો ગાયોને ઘરમાં રાખવામાં આવે તો દરેક પરિસ્થિતિઓ કપાઈ જાય છે.

આજના સમયમાં ઘણા લોકોના ઘરમાં ગાય હોય છે, જો કે, તેમને ખેતર અથવા તબેલામાં રાખવામાં આવે છે પરંતુ રાજસ્થાનની આ મહિલા બાળકની જેમ ગાયને અને વાછરડાને રાખે છે.

આ મહિલા દશ વર્ષથી પોતાના ઘરને સાળસંભાળ રાખે છે. આ મહિલા આખો દિવસ પાલતુ પ્રાણીઓની દેખરેખ રાખવામાં પસાર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanju Kanwar (@cowsblike)

સોશિયલ મીડિયામાં તેમનું ઘર કાઉ હાઉસના નામથી ઓળખાય છે. આ મહિલાનું નામ સંજુ કંવર છે.. તેમને કહ્યું કે ભલે બધા મંદિરમાં જઈને ભગવાન શિવના વાહન નંદીની પૂજા કરે છે, પરંતુ રસ્તા ઉપર ગાય અને બળદને જોઈને તે નજરઅંદાજ કરીને ચાલ્યા જાય છે. જેના ઉપર તેમને વિશ્વાસ નથી.

 

View this post on Instagram

 

A post shared by Sanju Kanwar (@cowsblike)

સંજુ કંવરે એમ પણ જણાવ્યું કે ગાય પાલતુ જાનવર છે, અને કોઈને કોઈ નુકસાન પણ નથી પહોંચાડતી, જો ઘરની અંદર ગાયને રાખવામાં આવે તો મુશ્કેલ પરિસ્થિતિઓ પણ ઉકેલાઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanju Kanwar (@cowsblike)

સંજુ કંવરે એમ પણ જણાવ્યું કે સવારે તે પોતાની ગાય અને વાછરડાને ઘાસ ખવડાવીને સ્નાન કરાવે છે, જેના બાદ તે જયારે સુકાઈ જાય છે ત્યારે દોડીને સીધી જ રૂમમાં પલંગ ઉપર આવી જાય છે અને લગભગ 2 કલાક સુધી આરામ કરે છે. આ દરમિયાન તે ધીમે ધીમે વાગોળવાની પ્રક્રિયાને પણ અંજામ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanju Kanwar (@cowsblike)

સંજુ સિંહે એમ પણ જણાવ્યું કે તેમના ઘરમાં રહેવા વાળા ગૌમાતા અને નંદી મહારાજ પલંગ ઉપર સુઈ જરૂર જાય છે, પરંતુ તેમને ખબર છે કે પોદળો ક્યાં કરવાનો છે અને પેશાબ ક્યાં કરવાનો છે, જ્યારે તેમને આ વસ્તુઓનો આભાસ થાય છે ત્યારે તે નિર્ધારિત જગ્યા ઉપર જઈને પોદળો કરી આવે છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.