ગુજરાતના આ પંથકમાં ખનીજનો છે અખૂટ ભંડાર, જુઓ રેડ પાડી આટલા કરોડનો મુદ્દામાલ જપ્ત અને પોલીસે ખનીજ માફિયાના ધોતિયા કર્યા ઢીલા

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરેન્દ્રનગર શહેરના સાયલા ચોટીલા થાન મૂળી પંથકમાં કુદરતી ભંડારના મળી આવતા હોય છે. તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે કુદરતી ભંડારની ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ અવારનવાર થતી હોય છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને સાયલા પોલીસ તેમજ લીમડી ડીવાયએસપી દ્વારા સાયલા તાલુકાના સુદામડા ગામે પથ્થરની ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી થતી હતી તેના ઉપર રેડ કરવામાં આવી હતી.

1 જાન્યુઆરીના રોજ રેડ કરવામાં આવી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ડમ્પર ચરખી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે આજે તેની તપાસ કામગીરી કરી અને ખનીજ માફિયાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ત્યારે ડમ્પર ચરખીઓ પથ્થર સહિત ૩૪.૬૪ કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલાની આગળ કાર્યવાહી લીમડી ડીવાયએસપીને સોંપવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે જિલ્લા માં ખનીજ ચોરી અટકાવવા માટે ના જિલ્લા પોલીસ અને ખનીજ વિભાગ ના પ્રયાસો હાથ ધરાયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *