મુખ્યમંત્રી આજે મહેસાણાના પ્રવાસે છે ત્યારે મહેસાણાના તરભવાડી ખાતે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલની રજતતુલા કરવામાં આવી હતી.
- રજતતુલાની તમામ ચાંદી CMએ પરત ત્યાં મંદિર અને શિક્ષણ માટે દાન કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. જેમાં તેમણ રબારી સમાના વખાણ કર્યા હતા.
રબારી સમાજ વિશે શું બોલ્યા CM?
ઝઘડો થાય અને ફરી એક થવુ એ રબારી સમાજ પાસે શીખવા જેવું, હવે શિક્ષણ વધશે એટલે કોઈનો ઝઘડો આપડા માથે લેવાનો નહીં થાય, રબારી સમાજ ઉપર પોલીસ કેસ હોય જ નહીં, છેવટે ગાય થઈને ઝઘડો રબારી સમાજ પતાવી દે, રબારી સમાજ પાસેથી આ શીખવા જેવું છે, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
વાળીનાથ મંદિર દ્વારા યોજાયેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજતતુલાને લઈને મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી હતી કે, 50 ટકા રેકટ સંસ્થાના શિક્ષણ માટે અને બાકીના 50 ટકા વાળી મંદિરના નિર્માણ માટે વપરાશે.
માયાળુ અને મર્માળુ સ્વભાવના સમાજના લોકોએ દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થકી રાજ્યની પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે તે અત્યંત સરાહનીય છે. pic.twitter.com/uMFgpgGJlM
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 29, 2021
કામ પર્સનલ નહીં પણ સમાજના કરાવો : CM
સાથે જ તેમના ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતને નવી ટીમ આપવામાં આવી છે. તેથી નવી આવેલી ટીમમાં તરવરાટ હોય, આવા તરવરાટ સાથે પ્રજાલક્ષી કામો પણ ઝડપથી થતા હોય છે. CMએ લોકોને કહ્યું કે તમે લીસ્ટ બનાવો તમને કયું કામ કરાવવું છે. કામ પર્સનલ નહીં પણ સમાજના કરાવો.
આજે મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોના કર્યા લોકાર્પણ અને ઉદ્ધાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હિરપુરા ખાતે સાબરમતી નદી બેરેજ નિર્માણ અન્વયે હિરપુરા બેરજ ની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી. આ બેરેજ નિર્માણ થવાથી વિજાપુર તાલુકાના બે અને હિંમતનગર તાલુકાના ચાર મળી કુલ છ ગામોની અંદાજે 3200 હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા મળતી થશે.
PM મોદીના કાર્યકાળને કર્યો યાદ
CM ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટ પણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ સંઘર્ષ કરીને નર્મદા યોજના પૂર્ણ કરાવી એટલું જ નહિ ઉત્તર ગુજરાત કચ્છ જેવા પાણીની અછત વાળા વિસ્તારોમાં પણ નર્મદાનું પાણી પહોંચાડી ખેતી માટે પાણી આપીને ખેડૂતને સક્ષમ કર્યો છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની કરી અપીલ
ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે ખેડૂતોને પૂરતું પાણી મળ્યું છે હવે પ્રાકૃતિક ખેતી તરફ વિશેષ ઝોક આપી લોકોને રાસાયણિક ખાતર મુક્ત અને વધુ સ્વાસ્થ્યપ્રદ ખોરાક ,અન્ન આપવાની દિશા લેવાની છે.
લોકો આપી દિવાળીની શુભેચ્છા
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આજે મહાવીર ભગવાનને યાદ કરતા કહ્યું કે મહાવીર ભગવાને કહ્યું હતું કે પાણી ઘીની જેમ વાપરજો. સાથેજ તેમણે કહ્યું કે પાણી અને વીજળી બચાવવી એ દેશની સેવા છે ઉપરાંત પેટ્રોલ બચાવશો તે પણ દેશની સેવા છે. એક ભારત શ્રેષ્ઠ ભારત પર લોકોને કામ કરવા કહ્યુ સાથે તેમણે દિવાળીના તહેવારોની લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
સરકાર નાના માણસોને પડતી મુશ્કેલીઓ નિવારવા સંકલ્પબદ્ધ હોવાની કરી વાત
તેમણે એમ પણ જણાવ્યું કે આ સરકાર ખેડૂતો,ગ્રામીણ લોકો,નાના માં નાના માણસ ને પડતી મુશ્કેલીઓ ત્વરાએ નિવારવા સંકલ્પબદ્ધ છે. આવા લોકોની રજૂઆતોનો ઝડપથી ઉકેલ આવે અને તેમને યોગ્ય મદદ ,સહાય મળે તેવા જનહિત અભિગમથી કર્તવ્ય રત રહેવા તંત્ર વાહકોને તેમણે અનુગ્રહ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે આ તકે એમ પણ કહ્યું કે સરકાર ખેડૂતોને હમેશા પ્રાથમિકતા આપતી આવીછે અને આપતી રહેવાની પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!