એક 25 વર્ષીય યુવતી જે તેના ઘર પાસે કૂતરાઓને ખવડાવી રહી હતી તેને એક ઝડપી એસયુવીએ જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના શનિવારે રાત્રે જ બની હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સમગ્ર ઘટના ચંદીગઢની છે. અહેવાલો અનુસાર, તેજસ્વીતા અને તેની માતા મનજિંદર કૌર ફૂટપાથ પાસે રખડતા કૂતરાઓને ખવડાવી રહ્યા હતા. (LIVE વિડિઓ નીચે આપેલો છે)
ત્યારે એક હાઇસ્પીડ એસયુવીએ દીકરી તેજસ્વીતાને કચડી નાંખી હતી. હાલમાં તેમને સેક્ટર 16ની સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવીછે. હિટ એન્ડ રન કેસમાં હજુ સુધી વાહન અને ચાલકની ઓળખ થઈ શકી નથી. પોલીસ ચંદીગઢ પોલીસ કહે છે કે પરિવાર અને પીડિતાના નિવેદનો નોંધવાના બાકી છે.
આ ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેજસ્વીતાને માથા સહિત ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે અને ડોક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે. અહીં, CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેજસ્વીતા કૂતરાને ખાવાનું આપી રહી છે, આ દરમિયાન જ એક ઝડપી SUVએ તેને જોરદાર ટક્કર મારી હતી.
ઇજાગ્રસ્ત યુવતીની માતા મનજિંદર કૌરે જણાવ્યું કે, ટક્કર માર્યા બાદ એસયુવી ઉભી રહી ન હતી. ઈજાગ્રસ્ત યુવતી તેજસ્વિતા મદદ માટે બોલાવતી રહી, પરંતુ કોઈ તેના માટે રોકાયું નહીં. મહત્વનું છે કે, ચંડીગઢથી એક ચોંકાવનારો હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. (વિડિઓ નીચે આપેલો છે)
જેને જોઈને તમે પણ વિચારવા મજબૂર થઈ જશો. ખરેખર, એક 25 વર્ષની યુવતી એક રખડતા કૂતરાને ખવડાવી રહી હતી. આ દરમિયાન તેજ ગતિએ આવી રહેલી SUVએ યુવતીને ટક્કર મારી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. હાલ તેની સારવાર ચાલી રહી છે.
દીકરીના પિતાએ જણાવ્યું કે, દીકરી સિવિલ સર્વિસ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહી છે અને તે દરરોજ કૂતરાઓને ખવડાવે છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેજસ્વીતાની હાલત ખતરાથી બહાર છે, પરંતુ તેણે થોડો સમય સારવાર ચાલુ રાખવી પડશે.
This girl was crushed by a fast moving SUV in Chandigarh #Chandigargh pic.twitter.com/2mgpjCVnRX
— Vidit Sharma 🇮🇳 (@TheViditsharma) January 16, 2023
નોંધપાત્ર વાત એ છે કે, 1 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દિલ્હીમાં એક કારે એક છોકરીને ટક્કર મારી હતી, ત્યારબાદ છોકરી કારમાં ફસાઈ ગઈ હતી અને ઘણા કિલોમીટર સુધી ખેંચાઈ ગયા બાદ તેનું મોત થઈ ગયું હતું. દેશના અન્ય સ્થળોએથી પણ હિટ એન્ડ રનના કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો