રાપર તાલુકાના સઈ ગામે 30 ફૂટ ઊંડા કૂવામાં આખલો પડી જતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ બચાવ્યો હતો. અવાવરું કુંવામાં પડી ગયેલા આખલાને જેસીબીની મદદ વડે બહાર કાઢવામાં આવ્યો હતો. રાપર તાલુકાના સઈ ગામની સિમ વિસ્તારમાં આવેલા એક અવાવરું કૂવામાં ગત રાત્રી દરમિયાન એક ગૌ વંશ અકસ્માતે પડી ગયું હતું.
ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. જેના પગલે ડાભૂડાના જીવદયાપ્રેમી જગુભા વેલુભા જાડેજા તેમના સહયોગી મિત્રો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક કલાકની ભારે જહેમત બાદ સિફતપૂર્વક ઊંડા કૂવામાં ખાબકેલા નંદીને જેસીબી મશીનની મદદ વડે બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
આ વિષે ડાભુડાના જગુભાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સઇ ગામના લોકોએ કૂવામાં ગૌ વંશ પડી ગયાની જાણકારી આપી હતી. તેથી મારા સહયોગી મિત્રો સાથે બનાવ સ્થળે પહોંય્યા હતા. જ્યાં અંદાજિત 30 ફૂટ ઊંડા અને 15 ફૂટ સુધી પાણી ભરેલા અવાવરું અને અંધારિયા કૂવામાં ખાબકેલા નંદીને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી.
આ માટે પ્રથમ કૂવામાં ઉતરીને નંદીના શરીરે રસ્સા બાંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સાથે લાવેલા જેસીબી મશીન વડે તેને સહી સલામત બહાર ખેંચી બચાવી લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાભુડાના જીવદયાંપ્રેમી દ્વારા છેલ્લા દસ વર્ષથી પશુઓને બચાવ અને સારવારની સેવા કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી નાના મોટા અસંખ્ય જીવોને બચાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!