ધનતેરસના દિવસે કરી લો આ નવ ઉપાય, ચમત્કારિક રીતે બની જશો અમીર, અત્યારે જ કરો આ ઉપાય

ધર્મ

ધનતેરસનો તહેવાર આસો મહિનાના વદ પક્ષની ત્રયોદશી પર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ ને શનિવાર દિવસે છે. આવો, ચાલો જાણીએ કે ધન તેરસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ જેથી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે અને ધનવાન બની શકાય.

1. ખરીદો ધાણા: ખાસ ધનતેરસના દિવસે ખાસ કરીને સુકા ધાણા ખરીદવા ખૂબ જ શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ધાણા ખરીદવાથી ધનનું નુકસાન નથી થતું. દંતકથા અનુસાર, એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને ધાણા ચડાવવા અને ભગવાન ધનવંતરીના ચરણોમાં ધાણા ચડાવ્યા બાદ તેમને પ્રાર્થના કરવાથી મહેનતનું ફળ મળે છે અને વ્યક્તિ પ્રગતિ કરે છે. પૂજા પછી, તમે ધાણાનો પ્રસાદ બનાવો છો તે લોકોને વહેંચવામાં આવે છે.

2. સાવરણી ખરીદોઃ ધનતેરસ પર નવી સાવરણી ખરીદીવામાં આવે છે. ઘરમાં નવો સાવરણી લાવવા ઉપરાંત, તમે મંદિરમાં અથવા સફાઈ કામદારને સારી સાવરણીનું દાન કરી શકો છો. તેનાથી તમારા પર લક્ષ્મી માતા પ્રસન્ન થશે. એવું માનવામાં આવે છે કે સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને તે ગરીબીનો નાશ કરે છે. ધનતેરસના દિવસે ઘરમાં નવી સાવરણી લાવ્યા બાદ તેના પર સફેદ રંગનો દોરો બાંધવો જોઈએ. જેના કારણે માં લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે.

3. પીળી કોડીઓ: સંપત્તિ અને સમૃદ્ધિ વધારવા માટે કોડીઓ ખરીદો અને તેની પૂજા કરો અને પછી તિજોરીમાં રાખો. કોડી ખરીદો અને જો તે પીળી ન હોય તો તેને હળદરના પાણીમાં બોલીને પીળી કરી દો. પછી તેની પૂજા કરો અને તમારી તિજોરીમાં રાખો. આ સિવાય આ દિવસે 13 દીવા પ્રગટાવો અને તેને ઘરના દરેક ખૂણામાં રાખો. મધ્યરાત્રિ પછી બધા દીવાઓની નજીક એક એક પીળી કોડી મૂકી દો. બાદમાં આ કોડીઓને જમીનમાં દાટી દો. આમ કરવાથી તમારા જીવનમાં અચાનક ધનવૃદ્ધિ થશે.

4. હળદરનો ગાંઠિયો: આ દિવસે હળદરના ગાંઠીયા/ગાંગડા ખરીદવ પણ શુભ માનવામાં આવે છે. શુભ મુહૂર્ત જોઈને બજારમાંથી પીળી હળદર અથવા કાળી હળદરનો ગાંઠિયો ઘરે લાવો. આ હળદરને કોરા કપડા પર રાખીને તેની સ્થાપના કરો અને ષોડશોપચારથી પૂજા કરો. તે ધન અને સમૃદ્ધિ વધારવાનો એક ઉપાય છે.

5. દાન કરોઃ જો તમે ધનતેરસના દિવસે સાકર, પતાસા, ખીર, ચોખા, સફેદ કપડા વગેરે અન્ય સફેદ વસ્તુઓનું દાન કરશો તો તમને ધનની કમી નહીં રહે. તમારી પાસે રહેલા ધનમાં વધારો થવાથી કામોમાં આવતા અવરોધો પણ દૂર થશે. આ દિવસે જો કોઈ ભિખારી, જમાદાર કે ગરીબ વ્યક્તિ તમારા દરવાજે આવે તો તેને ખાલી હાથે ના મોકલો.

6.તમારે તેને કંઈક આપવું જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. તેનાથી તમને દરેક કાર્યમાં અપાર સફળતા પણ મળશે. 6. કેળાનો છોડ લગાવોઃ આ દિવસે તમારે કોઈ મંદિર અથવા યોગ્ય જગ્યાએ જઈને કેળાનો છોડ અથવા કોઈપણ સુગંધિત છોડ લગાવવો જોઈએ. જેમ જેમ તેઓ લીલા અને મોટા થશે તેમ તેમ, તમારા જીવનમાં પણ સમૃદ્ધિ અને સફળતા વધશે.

7. મીઠું ખરીદોઃ ધનતેરસ પર બજારમાંથી મીઠાનું નવું પેકેટ ખરીદીને લાવો અને આ મીઠાનો ઘરે ઉપયોગ કરો. તેનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વધશે. સાથે જ થોડું સિંધાલુણ કે મીઠાના ગાંગડા લાવો અને તેને ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં વાટકીમાં મૂકી દો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે. 8. ચોખાના દાણાઃ આ દિવસે ચોખાના ૨૧ દાણા લો અને તેની પૂજા કર્યા પછી તેને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં મૂકી દો. તેનાથી પૈસાની તંગી દૂર થશે.

9. લવિંગના ઉપાય: જો તમારી પાસે પૈસા નથી, તો આ ધનતેરસથી લઈને દિવાળીના દિવસ સુધી, તમારે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને એક લવિંગની જોડી અર્પણ કરવી અથવા ચડાવવી જોઈએ. 10. દક્ષિણાવર્તી શંખ: ધનતેરસની પૂજા પહેલા અને પછી, દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરો અને ઘરની આજુબાજુ થોડું થોડું છંટકાવ કરો. તેનાથી ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *