ચોરનો નવો કીમિયો / મહારાષ્ટ્રમાં ચોરોએ બુલડોઝર દ્વારા આખે આખું  ATM મશીન જ ઉઠાવી ગયા, પછી મશીન સાથે જે કર્યું એ જાણીને તમે પણ ચોંકી જશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

દેશમાં અનેક રાજ્યોમાં જે બુલડોઝરનો ઉપયોગ ગુનેગારોની સામે કાર્યવાહી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. એ જ બુલડોઝર દ્વારા ચોર એક આખું ATM જ ઉઠાવીને લઈ ગયા. ઘટના મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

જેમાં આગ્રા ચોક ખાતે એક્સિસ બેંકનું ATM નો દરવાજો બુલડોઝર વડે તોડીને ATMને તોડી નાખતા જોઈ શકાય છે. તપાસમાં સામે આવ્યું છે કે ચોરોએ પહેલા એક જેસીબીની પેટ્રેલ પંપ પરથી ચોરી કરી હતી અને બાદમાં તેના વડે જ ATMને ઉખેડ્યું હતું. તેમણે આખા ATMનો કચ્ચરઘાણ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ, ઘટનાના સમયે ATMમાં 27 લાખ રૂપિયા હતા.

જો કે સાંગલી પોલીસને ઘટનાના સ્થળથી થોડે જ દુર કેશ બોક્સ મળી આવ્યું હતુ. ચોરોએ તેને તેડવાના પ્રયાસ કર્યો હતા, પણ રોકડ કાઢવામાં સફળ થયા નહતા. ચોરીનું આ વિચિત્ર કૃત્ય જોઈ પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. દેશમાં બુલડોઝરની મદદથી એટીએમ ચોરીનો આ પહેલો કિસ્સો છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે એક માણસ એટીએમ બૂથની અંદર જાય છે. પછી તે બહાર જતો રહે છે.

આ પછી, અચાનક જેસીબી સીધા એટીએમ બૂથમાં ઘુસતા જોવા મળે છે. આ ઘટનાના ઘણાં કલાકો બાદ પોલીસને આ અંગેની માહિતી મળી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. ખાસ વાત એ છે કે એટીએમ સેન્ટરની બહાર ન તો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને ન તો કોઈ ગાર્ડ હતો. સવારે રોકડ પણ જમા કરાઈ હતી.

આમ એવું માનવામાં આવે છે કે આમાં કોઈ એવા વ્યક્તિનો હાથ છે જેને પૈસા ભરવાની જાણકારી હતી. ATM ઉપાડ્યા બાદ આરોપીઓએ બુલડોઝર વડે તેને ત્રણ ભાગમાં તોડી નાખ્યું હતુ અને પછી તેમાં રહેલું કેશ બોક્સ ઉઠાવી ગયા હતા. પોલીસે સવારે લક્ષ્મી રોડ પરથી મશીન રીકવર કર્યું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/26/66-buldoser-chori-prithvy-shailesh_1650980820/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.