કાતિલ ઠંડીની રાતમા ચોરીના પ્રમાણ વધી જતા હોય છે. પરંતુ એક એવી ચોરી સામે આવી છે, જેને જોઈને દુકાનદાર પણ ચોંકી ગયા હતા. રાજકોટ નજીક કુવાવડામાં મધરાતે ત્રાટકેલા તસ્કરોએ એક ફરસાણની દુકાનમાંથી ગાંઠિયા અને લાડવાની ચોરી કરી હતી.
રાજકોટના કૂવાડવામાં ચોર ટોળકીએ ફરસાણની દુકાનનું શટર તોડીને ગાંઠિયા અને લાડવાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જી હા… શિયાળાની લાંબી રાતમાં સૌ કોઈ શાંતિથી ઘરમાં સૂતા હોય છે ત્યારે કૂવાડવા ગામમાં મધરાત્રે ચોર ટોળકી ત્રાટકી અને એક સાથે ત્રણ દુકાનોનાં તાળાં તોડ્યાં હતા. તેમાંથી એક દુકાન ફરસાણની પણ હતી. અને તેમાંથી લાડવા તેમજ ગાંઠિયાની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ગાંઠિયા ચોર પડકારનો સામનો કરવા પથ્થરની થેલી ભરીને આવ્યા હતા. જેથી પકડાઈ જાય તો પત્થરથી હુમલો કરી શકે.
ઉલ્લેખનીય છે કે, કુવાડવામાં એક જ રાતમાં દુધાત્રા પરિવારના મઢ અને ત્રણ દુકાનોના શટર તૂટ્યાં છે. ગાંઠિયા અને લાડવાની ચોરી કરનારા ચોર સીસીટીવીમાં પણ કેદ થયા છે.
તેમાંથી એક દુકાન ફરસાણની પણ હતી. અને તેમાંથી લાડવા તેમજ ગાંઠિયાની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ગાંઠિયા ચોર પડકારનો સામનો કરવા પથ્થરની થેલી ભરીને આવ્યા હતા. જેથી પકડાઈ જાય તો પત્થરથી હુમલો કરી શકે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=412160344040668 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!