કૌભાંડનું સરનામું એટલે ‘સુરત’ / સુરતમાં ફાયર વિભાગમાં આ 119 કિલોના જાડિયાને કોના આશીર્વાદથી મળી નોકરી? જુઓ કાકા અને ભત્રીજાની મીલીભગત

ટોપ ન્યૂઝ સુરત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી માટે શરૂ થયેલી પ્રક્રિયા અંતર્ગત લેવાયેલી ફિઝિકલ ટેસ્ટમાં ગેરરીતિ થયાની આક્ષેપો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા છે. ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ છાતી ના માપ લેવામાં પણ ગરબડી કરવામાં આવી રહી છે. ત્યારે ભૂતકાળની ભરતીમાં ગોટાળા કરીને ભરતી કરવામાં આવી છે તેવા પુરાવા અને શંકાસ્પદ વ્યક્તિઓ સામે આવતા વિવાદ સર્જાયો છે.

શહેરના એક જાગૃત યુવા નાગરિક તુષાર મેપાણી દ્વારા ભરતી પ્રક્રિયામાં ચાલી રહેલા કૌભાંડનો સબુત સાથે પર્દાફાશ કરતા સુરત મહાનગર પાલિકામાં ચકચાર મચી જવા પામી હતી. આટલુજ નહિ યુવક દ્વારા અધિકારીની તેમની સામે દોરડું ચડીને બતાવે તો એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

જણાવી દઈએ તમને કે મહાનગર પાલિકાની આ વખતની ફાયર ટીમમાં ચૂંટાયેલા સત્તાધીશો અને મોટા અધિકારીઓના સગા વ્હાલાને ગેરરીતી આચરીને બેસાડી દેવાયા હોવાનું લોકોને ધ્યાને આવ્યું છે. સુરત શહેરનું ગૌરવ વધારતા સબ ફાયર ઓફિસર અક્ષય રોહિતભાઈ પટેલ (EMP id =10005) છે. જે હાલમાં થયેલ ફાયર વિભાગની ભર્તીમાં એમના કાકા ઈશ્વરભાઈ પટેલ (EMP Id -34987) હાલ અડાજણ ફાયર ઓફિસરની મદદથી માન દરવાજા ફાયર સ્ટેશન ખાતે પસંદગી પામેલ છે.

ઈશ્વર પટેલ પોતે પણ કેવી રીતે ફાયર ઓફિસર બન્યા તે પણ એક રસપ્રદ કિસ્સો છે. તંત્ર તપાસ કરાવે તો અનેક કૌભાડ બહાર આવવાની શક્યતા છે. ઉપર ઉભેલા વ્યક્તિ શું તમને 75 કિગ્રા ના લાગે છે? પૈસા લઈને અને કૌભાંડ આચરીને આ વ્યક્તિને સીટ મળી હોય શકે છે. બેઠેલા વ્યક્તિના કાકાનું કહેવું છે કે મારા ભત્રીજાનું વજન 98 કિલો છે. પરંતુ જોતા એવું લાગે છે કે 100 કિલોગ્રામ ઉપર વજન હશે.

વધુ માં વધુ 75 કિલોગ્રામ વજન સુધી માન્ય હોય છે. ત્યારે પણ ૯૮ કિગ્રા વજન વાળા વ્યક્તિની નિમણુક કઈ રીતે કરવામાં આવી તે એક વણઉકેલ્યા કોયડા સમાન છે. સબ ફાયર ઓફિસરનું વજન વધારે માં વધારે 64-70 kg હોવું જોઈએ. આ જાડિયા ઉમેદવારનું વજન એમના કાકાના કહેવા પ્રમાણે 98 KG છે. પણ હકીકત માં 115 થી ઉપર છે. તેમનો પગ પણ ત્રાસો રહે છે તેઓ બોલવામાં પણ અચકાય છે.

ત્યારે તેમની નિમણુક કયા આધારે કરવામાં આવી તે અચરજ પમાડે તેવી વાત છે. 20 દિવસ પહેલા તમામ ઓફિસરની ભરતી કરવામાં આવી હતી. સબ-ફાયર ઓફિસરની ભર્તીમાં ફક્ત અધિકારીના સંબંધી ને જ સ્થાન મળ્યું. 7 સબ ફાયર ઓફિસર માંથી મોટા ભાગના અધિકારીઓના છોકરા, ભત્રીજા અને સંબંધી. સામાન્ય નાગરિકને આવા ભરતીકાંડને કારણે પીડાવું પડે છે.

આની સિવાય ગાંધીનગર ચીફ ફાયર ઓફિસરના છોકરા યશ મહેશકુમાર મોડ પણ સિલેક્ટ થયાં. લાયકાત વગર અધિકારીઓના છોકરાને સ્થાન મળવાથી તક્ષશીલા જેવી ઘટના પુનરાવર્તિત થાય છે. ફરીવાર તક્ષશિલા જેવો કાંડ થશે તો જવાબદાર કોણ ??


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.