એક કા ડબલ / હવામાં લીંબુ ઉડાવીને આ બાબા કરે છે પૈસા ડબલ, જાણો શું છે આ ‘એક કા ડબલ’ નો મામલો

ગુજરાત ટોપ ન્યૂઝ

સરખેજમાં તાંત્રિક વિદ્યા ના બહાને એકના ડબલ કરવાના નામે ઠગાઈ કરનાર ટોળકીની SOG એ કરી ધરપકડ છે. આરોપી પાસેથી ઠગાઈના રૂપિયા 9 લાખ જપ્ત કર્યા. વિધિના વીડિયો બનાવીને લોકોને ટાર્ગેટ કરતો હતો. ચાલો જોઈએ આ અહેવાલમાં કોણ છે આ ઠગ બાબા…

હાથથી વિદ્યા કરીને લીંબુ હવામાં ઉડાડીને એક કા ડબલ કરવાની લાલચ આપનાર ઠગ બાબા અને તેની ટોળકીનો પર્દાફાશ થયો. SOG ની કસ્ટડીમાં જોવા મળતા અનવર બાબા ઉર્ફે અનવર બાપુ ઠેબા, પરવેઝ અલી સૈયદ અને મજહર શેખ છે. જે જુદા જુદા વીડિયો લોકોને બતાવીને અંધશ્રદ્ધા ફેલાવીને લોકો પાસેથી છેતરપિંડી કરતા હતા.

લીંબુ હવામાં ઉડાડવાની કે નારિયેળમાંથી મેથીના દાણા કાઢીને લોકોને વિશ્વાસ અપાવી. આ પ્રકારે એક યુવકને ઘર ખરીદવું હતું અને એક કા ડબલની લાલચમાં આવીને આ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો. 11 લાખ રૂપિયા ઉછીના લઈને 22 લાખનું મકાન ખરીદવા આ ઠગ બાબા પાસે વિધિ કરવા પહોંચી ગયો.

પરંતુ ઠગ બાબા અને તેની ટોળકી પૈસા લઈને ફરાર થઈ ગઈ. SOG ક્રાઈમને બાતમી મળતા આ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી અનવર બાબા સરખેજ લબેક પાર્કનો રહેવાસી છે. આરોપી પણ એક કા ડબલના અંધશ્રદ્ધામાં છેતરપીંડીનો ભોગ બન્યો હતો. જેથી પૈસા કમાવવા આરોપીએ જ એક કા ડબલનો ધંધો શરૂ કર્યો.

છેલ્લા 3 વર્ષથી આરોપી અને તેની ટોળકી નિર્દોષ લોકોને અંધશ્રદ્ધા ફેલાવીને વિશ્વાસ કેળવી ઠગાઈ કરે છે. આરોપી એક કા ડબલ માટે નોટો પર થયુબ લગાવીને સફેદ કાગળ બનાવીને લોકોને બતાવતો હતો અને શેપુના પાણીમાં ડુબાડીને પૈસા બનાવીને રજૂ કરતો હતો. આ પ્રકારના અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

મહત્વનું છે કે આ ઠગ ટોળકીએ છેતરપિંડી કરીને લક્ઝ્યુરિયસ ગાડી ખરીદી કરીને તેમાં ફરતી હતી. હાલમાં SOG એ આરોપીની ધરપકડ કરીને આ ટોળકીએ અન્ય કેટલા ગુના આચાર્ય છે. તે મુદ્દે તપાસ શરૂ કરી છે. જ્યારે આ ઠગ ટોળકીનો ભોગ બનેલા લોકોને પણ પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *