શું ‘સોનુ’ બદલાશે? / ‘તારક મહેતા શો’ માં થઈ આ બોલ્ડ બાળાની નવી એન્ટ્રી, જુઓ ગ્લેમરસ અને સ્ટાઇલમાં બબીતાજીને પણ આપે છે ટક્કર

ટોપ ન્યૂઝ બોલિવૂડ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મુનમુન દત્તા, સુનૈના ફોજદાર ગ્લેમરસ ને સ્ટાઇલિશ જોવા મળે છે. હવે આ શોમાં નવી એક્ટ્રેસની એન્ટ્રી થઈ છે. શોમાં અર્શી ભારતી શાંડિલ્ય જોવા મળે છે. આજકાલ અર્શીની ઘણી જ ચર્ચા થઈ રહી છે. અર્શી પોતાની સુંદરતાને કારણે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે.

શું છે અર્શી ભારતીનું પાત્ર : બાય ધ વે, શોમાં બ્યુટિફૂલ સુંદરીઓની કોઈ કમી નથી. મુનમુન દત્તાથી લઈને સુનૈના ફોજદાર સુધી સૌ સુંદરતાના મામલે એકબીજાને ટક્કર આપે છે. આ દરમિયાન આ શોમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. તમને જણાવી દઈએ કે અર્શી ભારતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કેટલાક એપિસોડથી જોવા મળે છે. આ શોમાં અર્શી ભારતીની એન્ટ્રી મહેતા સાહેબના બોસની સેક્રેટરી તરીકે થઈ છે.

કોણ છે અર્શી? : 22 વર્ષીય અર્શી ભારતીનો જન્મ ઝારખંડના જમશેપુરમાં 2 માર્ચ, 1999માં થયો છે. અર્શીના પિતા રાજેશ ભારતી જ્યોતિષ છે અને તેની માતા સુનીતા ભારતી રિજનલ સિંગર છે. અર્શીને હંમેશાં પેરેન્ટ્સ તરફથી એક્ટિંગ કરિયરમાં સપોર્ટ મળ્યો છે.

અર્શીએ જમશેદપુરની રાજેન્દ્ર વિદ્યાલયમાંથી સ્કૂલિંગ કર્યું છે. સ્કૂલિંગ બાદ અર્શીએ મુંબઈની વ્હિસલિંગ વુડ્સમાં એડમિશન લીધું હતું. ફિલ્મમેકિંગનો સર્ટિફેકટ કોર્સ પણ કર્યો છે. આ ઉપરાંત તેણે કિશોર નમીત કપૂરની એક્ટિંગ સ્કૂલમાંથી ડિપ્લોમા કર્યો છે.

અર્શીએ અર્જુન કપૂર તથા ક્રિતિ સેનનની ફિલ્મ ‘પાનીપત’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અર્શીએ ક્રિતિ સેનનની બહેનપણીનો રોલ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્શી ભોજપુરી એક્ટર રવિ કિશન સાથે ફિલ્મ ‘લાલ ડિગ્ગી’માં કામ કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે અન્ય બે ફિલ્મ પણ છે.

બોલિવૂડ ફિલ્મોમાં પણ મળી છે જોવા : તમને જણાવી દઈએ કે અર્શી ભારતી મૂળ જમશેદપુરની છે. તેનું પૂરું નામ અર્શી ભારતી શાંડિલ્યા છે. અર્શી અત્યારે માત્ર 22 વર્ષની છે. પ્રખ્યાત ટીવી શો પહેલા તે બોલિવૂડ ફિલ્મમાં પણ જોવા મળી ચુકી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા અર્શી ભારતી અર્જુન કપૂરની ફિલ્મ ‘પાનીપત’માં જોવા મળી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.