તમે ઘણા લોકોની જીભ પર કાળા તલ અથવા કાળી જીભ જોય હશે. પરંતુ શું તમે કોઈ દિવસ જીભ પર વાળ ઉગેલા જોયા છે? જયારે અમેરિકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જયારે વિશ્વભરનાં નિષ્ણાતો તેમજ ડૉક્ટર્સ આ જોઇને આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. જયારે જાણવા મળ્યું છે કે, અમેરિકામાં એક વ્યક્તિની જીભ અચાનકથી કાળી પડવા લાગી હતી અને ધીમે ધીમે જીભ પર વાળ ઉગવા લાગ્યા હતા. જયારે ડોકટરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવકને જીભ પર વાળ ઉગવા છતાં પર કોઈપણ પ્રકારનો દુઃખાવો થતો નથી. પરંતુ ઉગેલા વાળને કારણે તેને ઘણા પ્રકારની સમસ્યા થઈ રહી છે.
વાળ ઉગવા પાછળનું કારણ:
મળતી માહિતી અનુસાર અમેરિકાનો એક વ્યક્તિ પોતાની કાળી જીભથી પીડાતો હતો. જયારે તેના આ રોગને બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જયારે આ યુવકને જીભ પર કાળા વાળ આવ્યા તેના 3 મહિના અગાઉ હાર્ટ એટેક પણ આવ્યું હતું. હાર્ટ એટેક આવવાના કારણે તે શારીરિક રીતે ખૂબ જ નબળો પડી ગયો હતો.
Man Discovers He Has Especially Severe Case Of “Black Hairy Tongue”https://t.co/lE8kO0aYMF pic.twitter.com/gGCkQFVv5w
— IFLScience (@IFLScience) March 10, 2022
ત્યાર બાદ તેની જીભ પર કાળા વાળ આવવાનાં શરુ થયા હતા. જયારે 20 દિવસ બાદ આ યુવકની જીભ ફરીથી સામાન્ય માણસો જેવી થઇ ગઈ હતી. આ બીમારી અંગે ડૉક્ટર્સે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બીમારીને ‘બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. જે તમારી જીભની ઉપર એક કાળું પડ આવેલ હોય છે જેનાં ઉપર વાળ ઉગવા લાગ્યા હતા.
તેની આ બીમારીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેને lingua villosa nigra નામનો રોગ થયો છે. આ રોગ જીભ પર થતો રોગ છે જેમાં વાળ ઉગે છે. જયારે આ રોગ દારૂ અને સ્મોકિંગ કરતા લોકોમાં વધુ જોવા મળે છે. જયારે જીભને સ્વચ્છ રાખવામાં ન આવે તો પણ આ સમસ્યા થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!