આ દિવસોમાં જાહેરાતને લઈને દુનિયાભરમાં વિરોધના સમાચાર સામે આવી રહ્યાં છે. પાછલા દિવસોમાં જ્યાં એક તરફ ઈરાનના મૌલવીયોએ આઈસક્રીમ ખાતી એક મહિલાની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે દક્ષિણ કોરિયામાંથી એક એવી જાહેરાત સામે આવી છે, જેના પર બબાલ મચી ગઈ છે. ( એડવટાઈઝ નો વિડિઓ નીચે આપેલો છે )
આ બધુ ત્યારે થયું જ્યારે એક મહિલાએ લસણની જાહેરાતમાં કંઈક એવું કર્યું કે કિસાનો ભડકી ગયા અને સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ. હકીકતમાં આ મામલો દક્ષિણ કોરિયાનો છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે આ જાહેરાતનો મુખ્ય ઉદેશ્ય લસણની ક્વોલિટી જણાવવાનો હતો, પરંતુ હવે તે અન્ય કારણોને લીધે ચર્ચામાં છે.
જાહેરાતમાં એક મહિલા મોટા આકારના લસણની સાથે હતી અને તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. મહિલા પર આરોપ છે કે તેણે આ જાહેરાત દ્વારા અશ્લીલતા ફેલાવી છે. આ જાહેરાતને યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવી છે. વીડિયોમાં એક મહિલા લસણનું માસ્ક લગાવેલા એક વ્યક્તિની સાથે જોવા મળે છે.
ત્યારબાદ લસણની ક્વોલિટી જણાવતા મહિલા ‘વેરી થિક’ અને ‘હાર્ડ’ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. રિપોર્ટ પ્રમાણે ઘણા કિસાન સંગઠનોએ કહ્યું કે આ જાહેરાતમાં એગ્રીકલ્ચરલ પ્રોડક્ટને એક સેલ્શુઅલ ઓબ્જેક્ટની રીતે રજૂ કરવામાં આવી છે.
રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ કોરિયાના હોંગસેઓંગ જિલ્લા તંત્ર તરફથી આ જાહેરાત યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં યૂટ્યૂબ સિવાય આ જાહેરાતને દક્ષિણ કોરિયાના ઘણા શહેરોના બસ ટર્મિમન પર દેખાડવામાં આવી. ત્યારબાદ વિવાદ વધી ગયો અને જાહેરાત વિરુદ્ધ ઘણા કિસાન સંગઠનોએ મોર્ચો ખોલી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!