સામે ચાલીને મોતને આમંત્રણ / મગર પર બેસી મજા માણી રહ્યો હતો આ શખ્સ, જુઓ પછી અચાનક જે થયું એજોઈને તમારું કાળજું કંપી ઉઠશે : જુઓ વિડિઓ

અજબ ગજબ

ફેમસ થવા અને લોકોમાં ચર્ચામાં રહેવા માટે કેટલાક લોકો એવા કામ કરે છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે. સોશિયલ મીડિયા(Social media) પર અવાર-નવાર આવા વિડીઓ જોવા મળતા હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આ દિવસોમાં ખુબ જ વાયરલ(Viral) થઈ રહ્યો છે.

આ વિડિઓ પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કારણ કે, આ વીડિયોમાં એક વ્યક્તિ મગર(Crocodile) પર બેસીને મસ્તી કરી રહ્યો છે. મગર કેટલો ખતરનાક છે તે આપણે બધા જાણીએ છીએ. ઘણા લોકો તેનું નામ સાંભળીને જ કંપી જાય છે, જ્યારે કેટલાક લોકો તેના ડરથી દરિયા, નદી, તળાવ પર પણ જતા નથી. પરંતુ, એક માણસ મગરની ઉપર બેસીને નાચતો હતો. આટલું જ નહીં કેમેરા તરફ જોઈને તે ફની પોઝ પણ આપી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે બે વિશાળ મગર જોઈ શકો છો.

એક મગર જમીન પર પડેલો છે, જ્યારે બીજો પાણીમાં છે. તે જ સમયે, એક વ્યક્તિ પાણીની અંદર મગર પર ખુશીથી બેઠો છે. આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિ મગર પર બેસીને આનંદથી ડાન્સ કરી રહ્યો છે અને કેમેરાની સામે વિચિત્ર હરકતો કરતો જોવા મળે છે. તે જ સમયે, ત્યાં હાજર લોકો તે વ્યક્તિનો વીડિયો બનાવી રહ્યા છે.

વિડિયો જોઈને તમે એક ક્ષણ માટે તો હસી પડ્યા જ હશો. આ વીડિયો જોયા પછી ઘણા લોકો ગુસ્સે થઈ ગયા. કેટલાક કહે છે કે ટૂંક સમયમાં સમુદ્રનો સિકંદર તેને પોતાનો શિકાર બનાવશે. જ્યારે, કોઈ કહે છે કે આ અદ્ભુત ગાંડપણ છે. તે જ સમયે, કોઈ કહે છે કે થોડા સમય પછી તે મગરના પેટની અંદર ડાન્સ કરશે. આ ખતરનાક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘wildlife_stories’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wildlife Stories (@wildlife_stories_)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.