Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબજો કરી લીધો છે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ રશિયાને ચેતવણી આપી હતી કે પુતિને સમજી લેવું જોઈએ કે અમે ડરીશું નહીં. રશિયાએ ઘણી વખત અમને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.
બીજી તરફ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો આવી રહ્યા છે, જેને જોયા પછી તમારા હોંશ ઉડી જશે. રસ્તાઓ પર લોકો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર અપલોડ કરી રહ્યાં છે. એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
યુક્રેનમાં તબાહીનો નજારો
યુક્રેનમાં તબાહીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક પછી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવી રહ્યા છે. રશિયા પણ રહેણાંક વિસ્તારમાં પોતાની મિસાઇલો છોડી રહ્યું છે. એક વ્યક્તિ બિલ્ડીંગની બાજુમાં ઉભો રહીને વીડિયો બનાવી રહ્યો હતો અને પછી ત્યારે એક દુર્ઘટના સર્જાઇ જેના પર તેને વિશ્વાસ ન થયો.
રહેણાંક વિસ્તારમાં હાજર એક વોલેંટિયર મોબાઈલ કેમેરાની સામે તેનો મેસેજ રેકોર્ડ કરી રહ્યો હતો. ત્યારે તેના માથા પરથી મિસાઇલ આવે છે અને બિલ્ડીંગ પર પડે છે. આ વાતની જાણ થતાં જ તે આમ તેમ દોડવાનું શરૂ કરી દે છે.
રશિયન મિસાઇલ રહેણાંક વિસ્તારમાં પડી
સદભાગ્યે, તે આ હુમલામાં બચી ગયો હતો. આ પછી તેણે પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ વીડિયોમાં તે જાણી શકાયું નથી કે આ વ્યક્તિ કયા લોકેશન પર વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો.
❗️❗️A rocket hit a residential building while a volunteer was recording a video pic.twitter.com/dY7fyEmc2a
— NEXTA (@nexta_tv) March 2, 2022
સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આ વીડિયોને @nexta_tv નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, લોકો હવે આ વીડિયોને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!