સુવર્ણ તક / નવા વર્ષમાં સોનાની ખરીદીની આ છે ઉત્તમ તક, સોનાના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો તમારા શહેરના આજના ભાવ

ટોપ ન્યૂઝ બિઝનેસ

નવા વર્ષમાં આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

નવા વર્ષમાં સોનાની ખરીદી માટે આ સારી તક છે. વર્ષ 2021માં સોનાના ભાવમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજ વર્ષમાં સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ટ્રેજરી યીલ્ડમાં તેજીની વચ્ચે મજબૂત વૈશ્વિક વલણ જોતા સોનાના ભાવ પર આંશિક અસર જોવા મળી છે.

સોનુ 49 રુપિયાના ઘટાડા સાથે 48, 056 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર : આજે MCX પર સોના વાયદો 0.19 ટકા અથવા 49 રુપિયાના ઘટાડા સાથે 48, 056 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યું છે. ત્યારે ચાંદી 0.37 ટકા અથવા 230 રુપિયા ઘટાડા સાથે 62,430 રુપિયા પ્રતિ કિલોગ્રામ હતુ. સોનાનું આ સમયે 56200 પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈથી લગભગ 8,000 રુપિયા નીચે છે.

વર્ષ 2022માં સોનું 55 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે : આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના સંક્રમણ ગત 7 દિવસમાં તેજીથી વધ્યું છે. જોકે આની અસર પણ જોવા મળી છે. માર્કેટ એક્સપર્ટનું માનીએ તો મહામારીના ડર અને ઈનફ્લેક્શનની ચિંતાની વચ્ચે વર્ષ 2022માં સોનું 55 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે છે. જો કે હાલ બજેટ છે તો સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છોય

વર્ષ 2020માં ઓલટાઈમ હાઈ પહોંચ્યું હતુ : વર્ષ 2020માં કોરોનાની પહેલી લહેર દરમિયાન સોનાએ ભારે સ્પીડ પકડી હતી. MCX પર ઓગસ્ટ વર્ષ 2020માં 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. જોકે વર્ષ 2021ની બીજા 6 મહિનામાં સોનું ઘણું નબળુ પડ્યું હતુ. વર્ષ 2021 સોના માટે એટલું સારુ સાબિત ન થયું. 2021માં અંતિમ દિવસમાં સોનું 46, 874 રુપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ પર બંધ થયુ.

મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ : ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા : તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.