દિલ્હીમાં જયારે પણ લોકો મેટ્રોની સવારી કરતા હોય છે તો ધક્કા-મુક્કી સિવાય સીટ મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળતા હોય છે. મેટ્રોમાં સીટ મેળવવી પોતાની જાતમાં ખુબ મોટું કામ છે. ઘણી વખત તો ઉભા રહેવા માટેની પણ જગ્યા નથી મળતી. દિલ્હી મેટ્રોનો હાલ કંઈક આવો જ જોવા મળતો હોય છે. ( ચોંકાવનારો વિડિઓ નીચે આપેલો છે )
તેમજ અન્ય શહેરોમાં પણ મેટ્રોની સવારી કરતા સમયે સવારે સાંજે ભીડ જોવા મળતી હોય છે. જોકે એક વ્યક્તિએ જોરદાર કામ કરીને દેખાડ્યું છે જેના વિશે જાણીને તમે ચોકી જશો. શું તમે ક્યારેય આખા મેટ્રોમાં એકલાએ બેસીને સવારી કરી છે? જો કરી પણ હશે તો તેની અંદર તમારા મિત્રો સાથે તો પાર્ટી નહિ કરી હોય.
Crazy XYZનામના યુટ્યૂબરે કંઈક આવું જ જોરદાર કારનામુ કરીને દેખાડ્યું છે. અમિત નામના એક વ્યક્તિએ કહ્યું હતું કે તે જયપુરમાં છે અને દાવો કર્યો હતો કે તેણે અડધી રાત્રે ફરવા માટે આખી મેટ્રો બુક કરાવી લીધી હતી. તે વ્યક્તિએ ડ્રાઇવરને વાત કરી મેટ્રોના ડ્રાઇવિંગ કમ્પાર્ટમેન્ટમાં ગયો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )
ત્યારબાદ ડ્રાઇવરને મેટ્રોને આગળ પાછળ ચલાવવા માટે કહ્યું હતું. એટલું જ નહિ અમિત અને તેના સાથીઓએ મેટ્રોમાં જમવાનું પણ મગાવ્યું હતું અને જમીન પર બેસીને જમવાનો આનંદ પણ લીધો હતો. મેટ્રોની અંદર એક અધિકારી પણ મોજુદ હતો જેણે કેમેરાની સામે વાતચીત પણ કરી હતી.
થોડા સમય પછી બધા મિત્રોએ જમીન પર બેસીને જિંગા ગેમ રમ્યા હતા અને પછી પ્લાસ્ટિકની બંદૂક લઈને એક બીજા પર અટેક પણ કર્યો હતો. ખાલી મેટ્રોની અંદર બધા લોકો દોડી રહ્યા હતા. એક સમય એવો પણ આવ્યો જયારે અમિતના સાથી ઊંઘતા નજર આવ્યા હતા. ટ્રેન લગાતાર ચાલી રહી હતી અને એવો પણ સમય આવ્યો કે તેમને ટોયલેટ પણ જવું પડ્યું હતું. ( વિડિઓ નીચે આપેલો છે )
મેટ્રો રોકવામાં આવી અને બધા નીચે ઉતર્યા. ટોયલેટ કર્યા પછી પાછા બધા ટ્રેનમાં આવી ગયા હતા. છેલ્લે અમિત નામના યુટ્યૂબરે કેમેરાની સામે એ પણ દેખાડ્યું કે કેટલા વાગ્યા હતા. આ વીડિયોને 75 લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!