ભલે ઉજવો ઉત્તરાયણ, પણ પોલીસ કમિશનરનું આ જાહેરનામું વાંચી લેજો, નહિતર મહેમાન બનીને ઘરે પહોંચશે પોલીસ

ગુજરાત ટોપ ન્યૂઝ

આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતી યુવાવર્ગનો સૌથી પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. ત્યારે આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે આ વખતે ઉત્તરાયણને લઈ રાજકોટવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યાછે.

જણાવી દઈએ કે, રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશ્નર દ્વરા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ તો જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે.

રાજકોટમાં મકરસંક્રાતીને લઈ પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તરાયણના તહેવારોના ઉત્સાહની વચ્ચે સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સાથે જ જાહેરનામામાં જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર અને પશુને જાહેરમાં ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાણો શું છે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ? : જણાવી દઈએ કે, રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર અને પશુને જાહેર માં ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ કરનાર સામે પણ કડક કાર્યવાહી, મોટા અવાજે સ્પીકર વગાડનાર સામે કડક કાર્યવાહી થશે. આ સાથે દોરી પકડવા લાંબા બાબુ ઉપયોગ પર પણ પ્રતિબંધનો જાહેનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *