આખું ગુજરાત માથે લીધું / આ અઠંગ બાઈક ચોરે ગુજરાતના કોઈ શહેરને ન છોડ્યુ, જુઓ પોલીસને બાતમી મળતા ઝડપી પાડ્યો, જાણીને હેરાન થઇ જશો

ટોપ ન્યૂઝ ગુજરાત

આણંદનાં વલ્લભવિદ્યાનગર પોલીસે મળેલી બાતમીનાં આધારે આંતર જિલ્લા બાઈક ચોરને ઝડપી પાડી છે. તેમની પાસેથી ચોરીની 20 મોટર સાયકલો કબ્જે કરી વડોદરા, સુરત, અમદાવાદ, આણંદ જિલ્લામાં થયેલી 20 જેટલી બાઈક ચોરીનાં ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં વધતા જતા બાઈક ચોરીનાં ગુનાઓને લઈને વલ્લભવિદ્યાનગર પોલીસ મથકનાં પી.આઈ એલ બી.ડાભીએ પીએસઆઈ પી બી જાદવ અને પીએસઆઈ કે.એસ ચૌધરીને સાથે રાખીને જુદી જુદી ટીમો બનાવીને ડીકોય ટ્રેપ એક્શન સાથે પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પેટલાદ તાલુકાનાં ફાંગણી ગામનો બાઈકચોર હર્ષદ ઉર્ફે હોલો બાવજીભાઈ ભોઈ ચોરીની બાઈક વેચવા માટે વલ્લભવિદ્યાનગરની જીઆઈડીસી વિસ્તારમાં આવનાર છે.

જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવીને નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેની મોટર સાયકલનાં દસ્તાવેજોની માંગણી કરતા તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપથી તપાસ કરતા આ મોટર સાયકલ ચોરીની હોવાનું જણાઈ હતી. જેથી પોલીસે વધુ પુછપરછ કરતા આરોપી હર્ષદ ઉર્ફે હોલોએ આ મોટર સાયકલની બોરસદમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

પોલીસે વધુ પૂછપરછ કરતા આ અઠંગ બાઈકચોરએ વડોદરા શહેર, વડોદરા જિલ્લો, નડિયાદ અમદાવાદ અને સુરત શહેરમાંથી પણ બાઈકોની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી અગાઉ પણ બાઈક ચોરીનાં ગુનામાં પકડાયો હતો અને ગત મે 2021 માં જેલમાથી છુટીને બહાર આવ્યા બાદ ફરીથી બાઈક ચોરીનાં ગુનાઓ આચરવાનાં શરૂ કર્યા હતા. છેલ્લા સાત માસમાં તેણે વડોદરા શહેરમાંથી ત્રણ, વડોદરા જિલ્લામાંથી બે, નડીયાદ શહેરમાંથી પાંચ,સુરતમાંથી ત્રણ, અમદાવાદ શહેરમાંથી બે,આણંદ શહેરમાંથી પાંચ, વલ્લભવિદ્યા નગરમાંથી બે, બોરસદમાંથી બે અને ભાદરણમાંથી એક મળી કુલ 20 બાઈકોની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ચોરીની 20 બાઈક અને 5,65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.