હનુમાન જયંતીના દિવસે અચૂક કરીલો આ ઉપાય, સંકટ મોચનની કૃપાથી ખુલશે જીવનમાં સફળતાનાં દ્વાર

રાશિફળ

હિંદુ પંચાંગનો પહેલો મહિનો એટલે કે ચૈત્ર મહિનો અત્યંત ખાસ છે. આ જ મહિનાથી હિંદુ નવવર્ષની શરૂઆત થાય છે. આ મહિનામાં ચૈત્ર નવરાત્રી આવે છે, ભગવાન શ્રી રામની જન્મદિવસ પણ આ જ મહિનામાં ગયો અને આજે શ્રી રામના પરમભક્ત હનુમાનનો જન્મદિવસ પણ છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનાં દિવસે સંકટમોચન હનુમાનનો જન્મ થયો હતો.

જ્યોતિષની નજરોથી જોવા જઈએ, તો એપ્રિલ મહિનો ઘણા બદલાવો લઈને આવ્યો છે. આ મહિનામાં શનિ, રાહુ-કેતુ જેવા ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જેમની ખરાબ દ્રષ્ટિ પણ જીવન નષ્ટ કરવા માટે પૂરતી છે. છાયા ગ્રહ રાહુ-કેતુ 12 એપ્રિલ 2022નાં રોજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જ્યારે શનિ 29 એપ્રિલ 2022નાં રોજ રાશિ બદલવા જઈ રહ્યા છે. જ્યોતિષ અનુસાર, આ ક્રૂર ગ્રહોની સ્થિતિમાં બદલાવ ઘણી રાશિનાં જાતકો પર ભારે સાબિત થશે. આવામાં આ ગ્રહોથી મળતા અશુભ ફળોનાં ઉપાયો કરી લેવામાં જ સમજદારી છે.

પવનપુત્ર હનુમાન દરેક સંકટ દૂર કરે છે અને એટલા માટે જ તેમણે સંકટમોચન કહેવામાં આવે છે. જો આજના દિવસે હનુમાન જયંતીનાં દિવસે અમુક ઉપાયો કરવામાં આવે, તો શનિ, રાહુ-કેતુથી મળતા ખરાબ પરિણામોથી ઘણી હદ સુધી રાહત મળે છે.

હનુમાનજીને પ્રસન્ન કરવા કરીલો આ ખાસ કાર્ય

  • હનુમાન જયંતીનાં દિવસે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન મંદિરમાં જઈને સંકટમોચનની મૂર્તિ સામે બેસીને પાઠ કરો. આમ કરવાથી શનિની ઢેય્યા કે સાડા સાતીથી પીડિત જાતકોને પણ ઘણી રાહત મળે છે.
  • હનુમાનજીને ચણાનાં લોટનાં લાડુ ખૂબ જ ભાવે છે. હનુમાન જયંતીનાં દિવસે તેમને ચણાનાં લોટના લાડુનો ભોગ લગાવવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સંકટમોચનને મીઠું પાન પણ અર્પિત કરવું જોઈએ. તેમાં ગુલકંદ, ખોપરા, સોફ અને ગુલાબકતરીનો ઉપયોગ કરો પરંતુ ચૂનો, સોપારી, આર્ટીફીશીયલ સુગંધિત વસ્તુઓ ભૂલથી પણ ન મેળવો.
  • હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે. હનુમાન જયંતીનાં દિવસે બજરંગબલીને સિંદૂર જરૂર ચઢાવવું જોઈએ. સાથે જ ચમેલીનાં ફૂલોની માળા અને લાલ લંગોટ પણ અર્પિત કરો. જો આ ઉપાય હનુમાન જયંતીથી શરુ કરીને આવતી 11 પૂર્ણિમા સુધી કરશો, તો મોટા મોટા સંકટોથી રાહત મળી શકે છે.
  • હનુમાન મંદિરમાં ત્રિકોણ લાલ ઝંડો લહેરાવવો જોઈએ. આમ કરવાથી દરેક કામમાં સફળતા મળશે.

મહાવીર હનુમાનની કથા

પૌરાણિક કથા અનુસાર, એક દિવસ બાળ હનુમાન આંગણામાં રમી રહ્યા હતા, તે દરમિયાન તેમને ભૂખ લાગી. તેમણે ઊગતા સૂર્યને ફળ સમજ્યો. તેમણે એ તેજસ્વી લાલ રંગનું ફળ ખાવા માટે આકાશમાં છલાંગ લગાવી. તેઓ પવનની ઝડપે આકાશમાં ઉડવા લાગ્યા અને જોતજોતામાં સૂર્ય લોક પહોંચી ગયા.

સૂર્યદેવ પાસે પહોંચતા જ તેમણે તે ગળી જવા માટે મોં ખોલ્યું. આ જોઈ સૂર્યદેવ ત્યાંથી દોડવા લાગ્યા. હવે સૂર્યદેવ આગળ-આગળ અને બાલ હનુમાન તેમની પાછળ-પાછળ. આ જોઈને દેવરાજ ઈન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા.

સૂર્યદેવને બચાવવા માટે તેમણે હનુમાનજી પર વજ્રથી પ્રહાર કર્યો. પરિણામે બાળ હનુમાન પૃથ્વી પર પડ્યા. જ્યારે પવનદેવને આ વાતની ખબર પડી તો તેઓ ક્રોધિત અને દુઃખી થયા કારણ કે હનુમાનજી પવન પુત્ર પણ છે.

શોકાતુર પવનદેવ મૂર્છિત હનુમાનજી સાથે એક ગુફામાં ગયા અને ત્યાં તેમની મૂર્છા તૂટવાની રાહ જોવા લાગ્યા. બીજી તરફ પવન દેવતાની ગેરહાજરીથી પશુ-પક્ષીઓ અને મનુષ્યો બધા જ ત્રાહિમામ પોકારવા લાગ્યા. ધરતી પર હાહાકાર મચી ગયો. બીજી તરફ ઈન્દ્ર દેવને પણ ખબર પડી ગઈ હતી કે તેમણે જે બાળક પર હુમલો કર્યો હતો તે કોઈ સામાન્ય બાળક નથી. તે રુદ્રાવતાર હનુમાન છે.

વાયુદેવના દુઃખને દૂર કરવા અને પૃથ્વી પર વાયુના સંકટને દૂર કરવા ત્રિદેવ સાથે તે ગુફામાં તમામ મુખ્ય દેવતાઓ પ્રગટ થયા હતા. ત્યાં બધા દેવતાઓને રુદ્રાવતાર હનુમાનજી વિશે ખબર પડી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત તમામ દેવતાઓએ હનુમાનજીને તેમની દૈવી શક્તિઓથી સજ્જ કર્યા.

હનુમાનજીને શિક્ષા આપવાની જવાબદારી સૂર્યદેવે લીધી. બાદમાં તેઓ હનુમાનજીના ગુરુ બન્યા. આ રીતે તમામ દેવતાઓની શક્તિઓના મિલનથી પવનપુત્ર મહાવીર હનુમાન બન્યા, જેને ભગવાન શ્રી રામના સંકટમોચન કહેવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.