બ્રિટિશ માર્કેટ રિસર્ચ કંપની YouGovએ દુનિયાના સૌથી પ્રશંસનીય પુરુષો અને મહિલાઓની યાદી બહાર પાડી છે.
YouGovની યાદીમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દુનિયાના સૌથી પ્રશંસનીય પુરુષનું સ્થાન ટકાવી રાખ્યું છે. પ્રધાનમંત્રી મોદી ચાર પગથિયા નીચે આવીને આઠમા નંબરે આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ યાદીના ટોપ-10માં એક વર્ષ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની વાપસી થઈ છે.
પહેલા નંબરે બરાક ઓબામા અને તેમની પત્ની : મહિલાઓની યાદીમાં બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા સતત ત્રીજી વાર પહેલા સ્થાને ટકી રહ્યાં છે. બીજા નંબરે, એન્જલિના જોલી, ત્રીજા નંબરે ક્વીન એલિઝાબેથ દ્વિતિય અને ચોથા નંબરે ઓપ્રા વિન્ફ્રે છે. ટોપ-10માં પ્રિયંકા ચોપડા, એમ્મા વોટસન અને મલાલા સુસુફઝઈનું નામ સામેલ છે. અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને યાદીમાં 11 મું સ્થાન મળ્યું છે.
પીએમ મોદી ચાર પગથિયા નીચે ઉતર્યાં, 8 મું સ્થાન મળ્યું : પ્રધાનમંત્રી મોદી 2021 ની દુનિયાની સૌથી પ્રશંસનીય પુરુષોની યાદીમા ચાર સ્થાન નીચે આવ્યાં છે. 2020 ની યાદીમા તેઓ ચોથા સ્થાને હતા. ત્યારે તેમનો કુલ આંક 4.7 હતો જે આ વખતે 3.6 થઈ ગયો છે. ટોપમાં રહેલા બરાક ઓબામાને પણ ગયા વર્ષે થોડું નુકશાન વેઠવું પડ્યું હતું.
ટોપ-10 માં રશિયાના પુતિનની વાપસી : રશિયાના પ્રમુખ પુતિનની એક વર્ષ બાદ દુનિયાના 10 સૌથી પ્રશંસનીય પુરુષોની યાદીમાં ફરી વાર સ્થાન મળ્યું છે. 2020 ના સર્વેમાં પુતિનને 3.3 પોઈન્ટની સાથે 12 મું સ્થાન મળ્યું હતું આ વખતે તેઓ 3.4 પોઈન્ટની સાથે 9મા નંબરે છે.
38 દેશોમાં કરાયો સર્વે : આ સ્ટડીમાં 38 દેશોના 42000 લોકોને સામેલ કરાયા હતા. લોકોને તેમના પ્રશંસનીય વ્યક્તિનું નામ લેવાનું કહેવામાં આવ્યું.
2021ના વિશ્વના સૌથી પ્રશંસિત પુરુષોની સૂચિ
(1)બરાક ઓબામા- 7.8, (2) બિલ ગેટ્સ- 6.7, (3) શી જિનપિંગ- 6.5, (4)ક્રિસ્ટિયાનો રોનાલ્ડો-5.8, (5) જેકી ચેન-5.7, (6) એલન મસ્ક-5.7, (7) લિયોનેલ મેસી-4.4, (8) નરેન્દ્ર મોદી- 3.6, (9) વ્લાદિમીર પુતિન-3.4
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!