અત્યારે જ ખરીદો આ ‘શેર’ થઇ જશો માલામાલ / 35 રૂપિયાનો આ શેર, 1 લાખના 20 લાખ રૂપિયા રીટર્ન આપ્યા, જુઓ કયો છે આ શેર…

બિઝનેસ ટોપ ન્યૂઝ

શેર બજારમાં શેર કેટલું વળતર આપશે તે કોઈ નકકી નથી હોતું, જો તમે તમારું સંશોધન કરો અને એવી કંપનીઓમાં નાણાંનું રોકાણ કરો, જેમાં મજબૂત ફંડામેન્ટલ્સ અને સારું સંચાલન હોય તો તમે ખુબજ સારું વળતર મેળવી શકો છો. અત્યારે જો વાત કરીએ બોરોસિલ રિન્યુએબલ્સ ની તો આ શેરોએ રોકાણકારોને ખુબજ સારો નફો અપાવ્યો છે. કંપનીનો શેર રૂ.34.95 થી રૂ.694ના ભાવે પહોંચી ગયો છે.

બોરોસિલ રિન્યુએબલ્સનો સ્ટોક લગભગ 19 મહિનામાં આ સ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરોએ લગભગ 1900 ટકા વળતર આપ્યું છે. કંપનીના શેર 20 ડિસેમ્બર 2021ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રૂ. 658.35ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

છેલ્લા એક મહિનામાં બોરોસિલ રિન્યુએબલ્સનો શેર 510 રૂપિયાથી 694 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં લગભગ 36 ટકાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 260 થી વધીને રૂ. 690 થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં લગભગ 166 ટકાનો વધારો થયો છે. તે જ સાથે, બોરોસિલ રિન્યુએબલ્સના શેર એક વર્ષમાં 310 ટકા વધ્યા છે.

બોરોસિલ રિન્યુએબલ્સનો શેર 29 મે 2020 ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 34.95 પર બંધ થયો હતો. કંપનીના શેર 17 ડિસેમ્બર 2021ના રોજ NSE પર રૂ. 694ના સ્તરે બંધ થયા હતા. છેલ્લા 19 મહિનામાં કંપનીના શેરોએ રોકાણકારોને લગભગ 1900 ટકા વળતર આપ્યું છે.

જો કોઈ રોકાણકારે 29 મે 2020 ના રોજ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો હાલમાં તે રકમ 20 લાખ રૂપિયા હોત. એટલે કે, રોકાણકારને રૂ. 19 લાખનો સીધો ફાયદો થયો હશે. જો કોઈ વ્યક્તિએ એક વર્ષ પહેલા બોરોસિલ રિન્યુએબલ્સના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તે રકમ હાલમાં રૂ. 4.10 લાખની નજીક હશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.