તમે ઘણીવાર જોયું હશે કે નાના દુકાનદારો ગ્રાહકો(Customers)ને પોતાની તરફ આકર્ષીને તેમની વસ્તુઓ વેચવાનો પ્રયાસ કરતા હોય છે. કેટલાક ફની અવાજમાં તેમના પ્રોડક્ટ(Product)નું નામ બોલીને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે, જ્યારે કેટલાક આકર્ષક ગીત ગાયને પોતાની તરફ બોલાવે છે.
ભુવન બદ્યાકરની ‘કાચા બદામ’ ગીત આખી દુનિયામાં વાયરલ થયા પછી, નાના દુકાનદારોના આવા જ વીડિયો ઇન્ટરનેટ(Internet) પર સામે આવી રહ્યા છે. જયારે લીંબુ પાણી વેચનારનો એક વીડિયો સામે આવ્યો છે. લીંબુ પાણી વેચવાની તેની ફની રીત ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ(Viral) થઈ રહી છે.
વિડિયોમાં, તે તમામ પ્રકારના નાના-નાના સ્ટંટ કરીને લેમોનેડ તૈયાર કરે છે અને તેના ગ્રાહકોનું મનોરંજન કરવા માટે એક ફની ગીત ગાય છે. સોં પ્રથમ તે પંજાબી ભાષામાં કહે છે, ‘બાકી નિંબુ બાદ વિચ પાઉંગા’ અને ત્યાર પછી નાટક કરતા કરતા સોડાની બોટલ ખોલે છે. ત્યાર પછી તે કહે છે કે, ‘એકવાર પીશો તો વારંવાર માંગશો. લીંબુ પાણી પીવાથી 2 દિવસ સુધ નહીં લાગે તરસ.’
આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી આ રીતે લીંબુ પાણી વેચી રહ્યો છે. ઉનાળામાં લીંબુ શરબતની માંગ વધી જાય છે, તેથી આ દુકાનદાર લોકોને પોતાની તરફ આકર્ષવા માટે ફની રીતે બોલે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેને 9 લાખથી વધુ લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળી છે. લીંબુ પાણી વેચવાની આ ફાની રીતને જોઈને લોકો ખુશ થયા જયારે ઘણા લોકો તેના આત્મવિશ્વાસની પ્રશંસા પણ કરી રહ્યા છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!