સુરતીઓની મોજ / સુરતનો આ ‘ચા’ વાળો એવી વસ્તુમાંથી ચા બનાવે છે કે પીનારાને ‘ચા’ નો નશો ચડી જાય છે : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

આજકાલના સમયમાં લોકો અવનવા અખતરા કરતા હોય છે. અને લોકોને નવા નવા અખતરા કરેલી વાનગીઓ ભાવે છે. આવામા સુરતની એક ચા એવી ધૂમ મચાવી રહી છે, ચાના બંધાણી દૂર દૂરથી આ રેંકડી પર આવી રહ્યાં છે. સુરતની નાનકડી એવી રેંકડી પર વિવિધ ફળોના ફ્લેવરની ચા વેચવામાં આવી છે. ચામાં અસલી ફ્રુટ નાંખીને એવી ફ્લેવર બનાવાય છે કે, પીનારાને ચાનો નશો ચઢી જાય.

કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનુ મરણ. તાપી નદીના પાણીમાં બનાવાયેલી દરેક ચીજ ટેસ્ટી હોય છે. તેમાં પણ સુરતીઓનો સ્વાદનો શોખ એવો છે કે તેમને રોજ નવુ જોઈએ. આજકાલ તો ચા પણ અનેક ફ્લેવરની બનતી અને વેચાતી હોય છે. પરંતુ સુરતના એક રેંકડીવાળાએ જે કર્યું તે અફલાતુન છે.

સુરતના સોની ફળિયા પાણીની ભીંત મનીષ પચ્ચીગર નામના શખ્સ એક ચાની નાનકડી રેંકડી ચલાવે છે. પરંતુ તેમની આ રેંકડી પર ચા પીનારાઓ સવાર પડ્યે જ આવી જાય છે. છેલ્લાં 28 વર્ષથી મનીષભાઈ ફ્રુટના ફ્લેવરની ચા બનાવીને વેચે છે. લોકો દૂર દૂરથી આ ચાનો ટેસ્ટ માણવા આવે છે.

મનીષભાઈ દ્વારા બનાવાતી ચાનો ટેસ્ટ એટલે ખાસ હોય છે કે, તેઓ તેમાં કોઈ ફ્રુટ સિરપ ઉપયોગ નથી કરતા, પરંતુ અસલી ફ્રુટ નાંખીને ચા બનાવે છે. મનીષભાઈની રેંકડી પર કેળાની ચા, સફરજનની ચા, માવાની ચા, ચીકુની ચા, કેરીની ચા, સીતાફળની ચા વગેરે પ્રકારની ચા બનાવે છે.

આ પ્રકારની ચા બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તે વિશે તેઓ કહે છે કે, લોકોને સાદી ચા પીવાનો કંટાળો આવતો હતો, તેથી મને આ પ્રકારની ચા બનાવવાનો વિચાર આવ્યો. પહેલા લોકોને અજુગતુ લાગતુ, પરંતુ બાદમાં બધાને આ ટેસ્ટ દાઢે વળગી ગયો. મનીષભાઈની તમામ ફ્લેવરમાં ખાસ ફ્લેવર માવાવાળી ચાની હોય છે. 17 વર્ષથી તેઓ માવાવાળી ચા બનાવે છે, જે ગ્રાહકોમાં સૌથી વધુ પોપ્યુલર છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

ઉલ્લેખનીય છે કે, લોકો ફ્યુઝન ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. કારણ કે, આ પ્રકારના ફૂડથી લોકોનું ધ્યાન વધારે ખેંચાય છે. લોકો ફ્યુઝન ફૂડને વખાણે છે. ગત વર્ષે કીવી પિત્ઝા, આઈસ્ક્રીમ વડાપાવ, ચોકલેટ મેગી, ગુલાબ જાંબુ પેનકેક, મેગી પાણીપુરી વગેરે ફ્યુઝન સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.