નેતાઓ પણ ખરા છે / જુઓ સપા ના આ દિગ્ગજ નેતાએ BJP અધ્યક્ષ ને એવી વસ્તુ મોકલી કે જુઓ અમિત શાહ સહીત નેતાઓ દોડતા થઇ ગયા

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય તથા સત્તાધારી પક્ષના અન્ય બે વિધાયકોના રાજીનામા બાદ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ પી સિંહે પ્રદેશ ભાજપ અધ્યક્ષને ચૂંટણી બાદ પાર્ટી મુખ્યાલય પર લગાવવા માટે તાળું મોકલ્યું છે. સિંહે મંગળવારે કહ્યું કે તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ તથા અન્ય બે પાર્ટી નેતાઓને તાળા મોકલ્યા છે કારણ કે 10 માર્ચે વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ તેઓ પાર્ટી મુખ્યાલય પર તાળા મારી ઘરે જઈ શકે.

સત્તા પક્ષ પર દબાણ બનાવવાની કોશિશ
તેમણે ભાજપનો સાથ છોડી ચૂકેલા નેતાઓનો ઉલ્લેખ કરતા શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું કે ઓમ પ્રકાશ રાજભર, રાજમાતા કૃષ્ણા પટેલ, સંજય ચૌહાણ અને હવે સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટી સાથે છે. મે ભાજપ મુખ્યાલય પર સ્વતંત્ર દેવ સિંહજીને એક તાળું ભેટ સ્વરૂપે મોકલ્યું છે. 10 માર્ચ બાદ લગાવીને ઘરે આવી જજો, લહેર નહીં હવે સપાની આંધી ચાલી રહી છે.

રાજીનામા બાદ તાબડતોડ ટ્વીટ
સપા પ્રવક્તા આઈ પી સિંહે આ ટિપ્પણી પ્રદેશના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય તથા તિંદવારીથી ભાજપના ધારાસભ્ય વૃજેશ પ્રજાપતિ, શાહજહાંપુરની તિલહર સીટથી પાર્ટી વિધાયક રોશનલાલ વર્મા તથા કાનપુર દેહાતની બિલ્હોર સીટથી ભાજપના ધારાસભ્ય ભગવતી સાગરના રાજીનામા આપ્યા બાદ કરી છે.

રાજીનામા પહેલા સપા પ્રવક્તાએ આપ્યા હતા સંકેત
અત્રે જણાવવાનું કે સ્વામી પ્રસાદ મૌર્યના આ નિર્ણયના બરાબર 26 કલાક પહેલા સમાજવાદી પાર્ટીના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મામલો 15 અને 85નો છે કારણ કે સમાજવાદી અને આંબેડકરવાદી એક સાથે આવી ગયા છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મૌર્ય દ્વારા રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલી આપ્યા બાદ અધિકૃત હેન્ડલથી કરાયેલી ટ્વીટમાં મૌર્ય સાથે પોતાની એક તસવીર ટ્વીટ કરીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.