સોશિયલ મીડિયામાં દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. પણ તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક કાકા ચાલું બાઈક પર જોખમી સ્ટંટ કરીને લોકોના શ્વાસના ધબકારા વધારી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં અનેક વખત જોવાઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયાના બાકીના પ્લેટફોર્મ પર આ વીડિયોને જોઈને દરેક લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે આ કાકા કોણ છે અને કેવી રીતે આવા સ્ટંટ કરે છે.
આ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, જિલ્લાના પાટડી બાઇક પર જોખમી સ્ટંટ કરતા આ વાયરલ કાકાનું નામ મુળજીભાઇ પાવરા છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સલી ગામના વતની છે. તેઓ 60 વર્ષની ઉંમરે પહેલી વખત બાઇક પર સ્ટંટ કર્યા હતા. મુળજીભાઇ પાવરા હાલમાં 63 વર્ષની ઉંમર ધરાવે છે. એમણે 3 વર્ષ પહેલા જ બાઇક પર સ્ટંટ કર્યો હતો. આ કાકા હાથનો ઇશારો કરે એ પ્રમાણે બાઇક વળી જાય છે.
સલી ગામના 63 વર્ષના મુળજીભાઇ પાવરા ચાલુ બાઇકે હાથ ઊંચા કરી બાઇક પર જ કુદકા મારે છે. ચાલુ બાઇકની સીટ પર સુઇ જાય છે. આમ છતાં જો રસ્તામાં સામે વાહન આવે, બમ્પ આવે કે વળાંક આવે તો પણ બાઇકને હંકારી શકે છે. તેઓ જે બાજુ હાથનો ઇશારો કરે એ બાજુ બાઇક વળે છે. સદનસીબે મુળજીભાઇને અત્યાર સુધીમાં કોઇ અકસ્માત નડ્યો નથી.
63 વર્ષના મુળજીભાઇ માધ્યમથી લોકોને અપીલ કરે છે કે, કોઇએ આ રીતે જોખમી સ્ટંટ કરવા જોઇએ નહી. આ પ્રકારના જોખમી સ્ટંટને સમર્થન કરતુ નથી. વાઇરલ વિડીયોમાં લાખો લોકોએ મુળજીભાઇને ચાલુ બાઇક પર સ્ટંટ કરતા જોયા છે. ત્યારે લોકોને પણ તેમના વિશે જાણવાની જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!