મહિલા થઈને મૂછ / લોકોના ટોણા-મજાક સહન કરીને પણ આ મહિલા રાખે છે મૂછ, આ પાછળનું કારણ જાણીને તમે દંગ રહી જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

છોકરાઓ ટીનએજમાં આવતા તેમને દાઢી મૂછ આવવા લાગે છે. આજકાલ તો ફિલ્મ કલાકારોમાં પણ દાઢી મૂછનો એવો ક્રેઝ છે કે તેને જોઈને યુવાઓમાં પણ દાઢી મૂછ રાખવાનું ચલણ વધી ગયું છે. જો આવી મૂછ મહિલાઓમાં જોવા મળે તો? ક્યારેક હોર્મોન્સ બગડવાના કારણે છોકરાઓને દાઢી મૂછ આવતી નથી તો મહિલાઓને હોર્મોન્સમાં અસંતુલન થઈ જવાના કારણે ચહેરા પર ખુબ વાળ આવી જાય છે.

મહિલાઓ આ વાળ ક્રીમ, મોમ સ્ટ્રિપ્સ, રેઝર, અને એપિલેટર દ્વારા હટાવી દેતી હોય છે. પરંતુ ભારતમાં એક મહિલા એવી પણ છે જેને મૂછ છે અને તે મૂછ રાખવાનું ખુબ પસંદ પણ કરે છે. અનેકવાર લોકો મજાક ઉડાવે છે પણ તે માનતી નથી અને મૂછ કઢાવતી નથી. આ મહિલા વિશે ખાસ જાણો.

પુરુષો જેવી મૂછ ધરાવતી આ મહિલાનું નામ શાયઝા છે જે કેરળ રાજ્યના કન્નૂરમાં રહે છે. 35 વર્ષી આ શાયઝા માટે એવું પણ ઘણીવાર બનતું હોય છે કે મૂછના વાળ તેને મજાકનું પાત્ર બનાવી દે છે. પરંતુ શાયઝાએ નક્કી કરી લીધુ છે કે તે મૂછ રાખશે જ. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે મને મૂછ રાખવી ગમે છે એટલે હું મૂછ કઢાવીશ નહીં.

શાયઝાને ચહેરા પર ખુબ વાળ હતા. તે નિયમિત રીતે થ્રેડિંગ કરાવતી હતી. પરંતુ તેણે ક્યારેય ઉપરના હોઠ પર આવતા વાળ હટાવવાની જરૂરિયાત લાગી નહીં. પાંચ વર્ષ પહેલા તેના મૂછના વાળ મોટા થવાના શરૂ થઈ ગયા. શાયઝા હવે મૂછ વગર રહેવાની કલ્પના પણ કરી શકે તેમ નથી.

એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન મને માસ્ક પહેરવું પણ ગમતું નહતું. કારણ કે દર વખતે માસ્ક પહેરું ત્યારે મારી મૂછ ઢંકાઈ જતી હતી. અનેક લોકોએ મને મૂછ કપાવી નાખવાનું કહ્યું પરંતુ હું મૂછ કઢાવીશ નહીં. મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું સુંદર નથી.

શાયઝાનો પરિવાર અને તેની પુત્રી તેને ખુબ સપોર્ટ કરે છે. તેની પુત્રી હંમેશા કહે છે કે તેના પર મૂછ સારી લાગે છે. અનેકવાર શાયઝાએ રસ્તાઓ પર લોકોના ટોણા સાંભળ્યા છે પરંતુ તેને લોકોની મજાક સાથે કોઈ ફરક પડતો નથી. શાયઝાના જણાવ્યાં મુજબ તે બાળપણથી જ ખુબ શરમાળ હતી અને તેના ગામની મહિલાઓ સાંજે 6 વાગ્યા બાદ ઘરની બહાર નીકળતી નહતી.

તેના ગામમાં મહિલાઓને ઘરમાંથી નીકળવાનું બાજુ પર રહ્યું તેમને બહાર બેસવાની પણ પરમિશન નહતી. પરંતુ જ્યારે તેના લગ્ન થયા તો તે તેના સાસરે તમિલનાડુ જતી રહી. ત્યાં તેને ઘણી છૂટ મળી. તેના પતિ કામે જતા રહેતા હતા અને જો તેને કોઈ વસ્તુની જરૂર હોય તો તે રાતે એકલા દુકાને જતી રહેતી હતી. પોતાના દમ પર કામ કરવાનું શીખી અને તેનાથી તેનો આત્મવિશ્વાસ વધી ગયો.

તજજ્ઞોના જણાવ્યાં મુજબ કેટલીક મહિલાઓના શરીરમાં કેટલાક ભાગોમાં વધુ વાળ આવતા હોય છે. આ વાત હોઠ ઉપર, દાઢી, છાતી, પેટના નીચેના ભાગ પર હોય છે. સમય સાથે તે મોટા પણ થાય છે. એમ પણ કહી શકાય કે પુરુષોના શરીરના જે ભાગમાં મોટા વાળ હોય છે મહિલાઓને પણ તે જ ભાગમાં વાળ મોટા થતા જાય છે.

મેડિકલ ભાષામાં આ સ્થિતિને હિર્સુટિઝમ કહે છે. (HIrsutism) શરીરમાં મેલ હોર્મોન્સ વધવા કે પછી ફીમેલ હોર્મોન્સ ઓછા થઈ જવાથી હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે અને અનેક જ્ગ્યાએ અણગમતા વાળ આવી જાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.