ગુજરાતમાં ‘દવા જ દારૂ’ / ગુજરાતમાં તબિયત માટે ‘દારૂ’ ની પરમીટ લેનારા લોકોમાં જુઓ આટલા હજારનો વધારો, આટલી બધી પરમીટ લેતા જુઓ સરકાર આવી અકેશન મોડમાં

ગુજરાત

રાજ્યમાં હાલની સ્થિતિએ 39334 લોકો પાસે હેલ્થ પરમિટ છે. હેલ્થ પરમિટ હેઠળ રાજ્યમાં વસતા લોકોને પોતાના આરોગ્યની જાળવણી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાની પાસે રાખવાની અને ઉપયોગ કરવાની પરવાનગી મળે છે.

સૌથી વધારે 13034 હેલ્થ પરમિટ અમદાવાદ જિલ્લામાં છે. સુરત જિલ્લામાં 8054 હેલ્થ પરમિટ છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જિલ્લામાં 1989 લોકો હેલ્થ પરમિટ ઘરાવે છે. આદિવાસી જિલ્લાઓમાં હેલ્થ પરમિટ ધરાવતા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં માત્ર એક જ વ્યક્તિ પાસે હેલ્થ પરમિટ છે. 33 ટકા હેલ્થ પરમિટ એકલા અમદાવાદ જિલ્લામાં છે. રાજ્યમાં 70 ટકા હેલ્થ પરમિટ મુખ્ય ચાર જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જિલ્લાઓમાં છે.

હેલ્થ પરમિટ નિયમ 64, નિયમ 64 બી અને નિયમ 64 સી હેઠળના તમામ પરમિટનો આ વિગતોમાં સમાવેશ થાય છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 5547 મુલાકાતી પરમિટ, જ્યારે 3729 પ્રવાસી પરમિટ ઇસ્યુ થયેલી છે. લોકોની વધતી આવક અને રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં એરિયા મેડિકલ બોર્ડ હોવાને કારણે પરમિટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

(સરકાર દ્વારા પરમિટ મંજૂરી પહેલાં તબીબી સારવાર અંગેની ચકાસણી માટે એરિયા મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં હાલમાં 26 એરિયા મેડિકલ બોર્ડ છે. જે-તે વિસ્તારની સિવિલ હોસ્પિટલ એરિયા મેડિકલ બોર્ડ હોય છે. 2018માં એરિયા બોર્ડ ઘટાડીને 26માંથી 6 કરી દેવાઇ હતી. જેના લીધે અમુક સમય માટે ઓછા પરમિટ ઇશ્યુ થયા હતા. ફરીથી બોર્ડની સંખ્યા 26 કરી દેવાઇ છે.)

(મુલાકાતી પરમિટ રાજયની મુલાકાત માટે આવતી રાજય બહારની વ્યકિતઓ માટે હોય છે જ્યારે પ્રવાસી પરમિટ વિદેશી નાગરિકો માટે હોય છે. આ બન્ને પરમિટ તેમની મુલાકાત પૂર્ણ થતાં રદ થઇ જાય છે અને કામચલાઉ હોય છે)

પરમિટ માટે 40 વર્ષથી વધારે ઉંમર હોવી જોઇએ અને મહિને રૂ. 25 હજારથી વધારે આવક હોવી જોઇએ. જે-તે રોગ માટે લીધેલી સારવાર અંગેના જરૂરી આધારો આપવાના હોય છે. મેડિકલ એરિયા બોર્ડ એટલે કે જે-તે વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં ચકાસણી થયા બાદ એની ભલામણ આવે એ પછી જ પરમિટની કાર્યવાહી કરાતી હોય છે. જેમની પાસે પરમિટ હોય તેમને 40થી 50 વર્ષ વયજૂથમાં દર મહિને 3 યુનિટ, 50થી 65 વર્ષ વયજૂથમાં દર મહિને ચાર યુનિટ અને 65 વર્ષથી વધારે ઉંમર હોય તો મહિને યુનિટ મળવાપાત્ર હોય છે. શરત પણ હોય છે કે માન્ય વેન્ડર્સ પાસેથી જ દારૂ ખરીદી શકાય છે.

કોને-કોને દારૂની પરમિટ અપાય છે?
સ્વાસ્થ્ય પરમિટ નિયમ 64 હેઠળ ગુજરાત રાજ્યમાં વસતિ વ્યક્તિઓને પોતાનું આરોગ્ય જાળવવા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા અને વાપરવા પરમિટ મળે છે. રાજયના વતનીઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64), રાજ્યમાં વસવાટ માટે આવતી રાજય બહારની વ્યકિતઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64-બી), રાજયમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્‍યો માટે હેલ્થ પરમિટ (નિયમ 64-સી), કામચલાઉ રીતે રાજયમાં વસવાટ કરતી વિદેશી વ્યકિતઓ, રાજયમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો, વધુમાં વધુ સાત દિવસ માટે રાજયની મુલાકાત માટે આવતી રાજય બહારની વ્યકિતઓને પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.