સાઉથ સિનેમા (South Cinema)માં ફિલ્મો(Movies) અને સ્ટાર્સને લઈને ચાહકોનો ક્રેઝ અલગ જ સ્તર પર જોવા મળે છે. આજે સાઉથ ઈન્ડસ્ટ્રી દુનિયામાં નામ કમાઈ રહી છે અને સાઉથની ફિલ્મો કરોડોની કમાણી કરી રહી છે. તેમાં ચાહકોનો પણ ઘણો ફાળો છે. તાજેતરમાં જ સાઉથના ચાહકોએ એક એવું ઉદાહરણ રજૂ કર્યું છે, જેને જાણીને કોઈના પણ હોશ ઉડી જાય.
સાઉથના સુપરસ્ટાર યશ (South superstar Yash)ની ફિલ્મ KGF ચેપ્ટર 2(KGF Chapter 2) રિલીઝ થવાની તૈયારીમાં છે. પરંતુ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ એક પછી એક વર્લ્ડ રેકોર્ડ(World record) બનાવી રહી છે. હવે આ વખતે ફિલ્મે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને તેના માટે ચાહકો (Fans)નું સંપૂર્ણ યોગદાન છે.
જ્યારે KGF ચેપ્ટર 1 રિલીઝ થયું હતું, ત્યારે અભિનેતા યશની લોકપ્રિયતા આકાશને સ્પર્શવા લાગી. તેઓ હિન્દી પ્રેક્ષકો સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યા હતા. હવે આ સુપરહિટ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે. ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા છે. આવી સ્થિતિમાં ચાહકો પણ આ ફિલ્મને ખાસ રીતે આવકારી રહ્યા છે. હવે યશના ચાહકોએ તેમના સુપરસ્ટારને ખાસ રીતે સન્માનિત કર્યા છે. ચાહકોએ 23, 400 પુસ્તકોની મદદથી દક્ષિણના અભિનેતાનું સૌથી મોટું પોટ્રેટ બનાવ્યું છે.
આ કામ ઓલ કર્ણાટક રોકિંગ સ્ટાર યશ ફેન્સ એસોસિએશન મલુર, કોલાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફેન ક્લબે યશનું મોઝેક પોટ્રેટ બનાવ્યું છે. તે 23,400 પુસ્તકોની મદદથી બનાવવામાં આવ્યું છે. વીડિયો શેર કરતાં યશના એક ફેન ક્લબે ટ્વિટર પર લખ્યું- Big, Bigger, Biggest. અમે 120×170 ft વિશે વિચાર્યું હતું પરંતુ અંતે તે અમારી અપેક્ષા કરતા વધુ બહાર આવ્યું.
Big Bigger Biggest!!
We had planned for 120×170ft but it surpassed our expectations… We had to expand it to 135×190ft which covers an area of 25,650 Sqft which is the world record 🌪️@TheNameIsYash#YashBOSS #KGF2 #KGFChapter2 pic.twitter.com/qJf0G0NhrK— Team Yash FC (@TeamYashFC) April 11, 2022
અમારે તેને 135×190 ફૂટ સુધી વિસ્તરણ કરવું પડ્યું. આ પોટ્રેટ 25,650 Sqft ના વિસ્તારને આવરી લે છે જે એક વિશ્વ રેકોર્ડ છે. KGFનો પહેલો ભાગ વર્ષ 2018માં આવ્યો હતો. આ ફિલ્મે દુનિયાભરમાં ઘણી કમાણી કરી હતી. તેનું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે. ફિલ્મમાં યશની સામે બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત છે. આ ફિલ્મમાં સંજય અધીરાની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં રવિના ટંડન પણ છે.
જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેણે 24 કલાકમાં સૌથી વધુ વ્યૂઝનો રેકોર્ડ બનાવ્યો હતો. ફિલ્મને રિલીઝ થવામાં માત્ર 2 દિવસનો સમય છે અને આ ફિલ્મે દેશભરમાં એડવાન્સ બુકિંગ દ્વારા 25 કરોડની કમાણી કરી લીધી છે. ચાહકો આતુરતાથી KGF 2 ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022 ના રોજ રિલીઝ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!