સંચાલકોને અચાનક શું થયું કે ગૌશાળાની હજારો ગાય રસ્તા પર છોડી દેવાઈ, રસ્તાઓ પણ થયા બ્લોક પોલીસ પણ મુંજાય, કારણ જાણીને તમે ચોંકી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ના ચૂકવતાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબુલ જીવોને છોડી મૂક્તાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સંચાલકોએ પશુઓ છોડી મૂકતાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતાં પાંજરાપોળના સંચાલકોએ સહાયની માગણી કરતાં સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી, જોકે છ મહિના બાદ પણ સહાય પેટે એકપણ રૂપિયો ન ચૂકવતાં સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકારને રીઝવવાનો તમામ પ્રયાસો કર્યા હતા.

છેલ્લે, સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટિમેટ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે આજે વહેલી સવારે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યાં છે.

ડીસામાં ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોમાં આક્રોશ વધતાં ગૌસેવકોએ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવો કર્યો હતો. 10 મિનિટ સુધી મંત્રીની ગાડીને ઘેરાવો કરતાં મમલો ગરમાયો હતો. મંત્રી ગાડીના કાચ પણ ખોલી શક્યા નહોતા. ગૌસેવકોમાં રોષ વચ્ચેથી પોલીસે મહામુસીબતે મંત્રીને બહાર કાઢ્યા હતા.

પાંજરાપોળમાંથી ઢોર છોડ્યાં હોવાની જાણ થતાં પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓ આજુબાજુ બેરિકેડ્સ ઉતારી દીધાં હંતા અને મોટી પોલીસ ફોર્સ ઉતારી દીધી હતી. તેમ છતાં સંચાલકોએ સવારે ઢોર છોડી મૂકતાં પોલીસે અનેક કોશિશો કરી હતી, પરંતુ તમામ ઢોર શહેરો તરફ પ્રવેશ કરી ચૂક્યાં છે.

તમામ ઢોરને ડીસા સહિતની સરકારી કચેરીઓમાં છોડાતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તમામ પશુઓને સરકાર ભરોસે સરકારી કચેરીઓમાં છોડી દેવાની સંચાલકોએ તૈયારી કરી લીધી છે, જેને પગલે જિલ્લાની પોલીસ એલર્ટ બની ગઈ છે. સરકારે 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ગૌશાળા અને પાંજરાપોળને એકપણ રૂપિયાની સહાય મળી નથી.

જેના માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે સંચાલકોની વાત સાંભળી નથી, જેથી સરકાર સામે રોષે ભરાયેલા સંચાલકોએ આજે બનાસકાંઠા જિલ્લાની તમામ ગૌશાળાઓમાંથી પશુઓને સરકારી કચેરીઓમાં છોડી સરકાર ભરોસે મૂકી દેવાનાં છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 160 જેટલી ગૌશાળાઓમાં 80,000 જેટલાં પશુઓ આશ્રય લઈ રહ્યાં છે.

આ તમામ પશુઓને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકીને પગલે પોલીસ એલર્ટમોડમાં આવી ગઈ છે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે ડીસાની ગૌશાળા અને પાંજરાપોળ આગળ પણ બેરિકેડ્સ ગોઠવી દેવાયાં છે.

સહાય નહિ ચૂકવાય તો રાધનપુરના ગૌભક્ત તેમજ ગૌશાળા સંચાલકો એ પશુઓ ને સરકારી કચેરીમાં ગાયો છોડવાની આપી હતી ચીમકી. આજે વહેલી સવારે રાધનપુર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગાયો નો કર્યો ખડકલો. રાધનપુર ગૌભક્તો એ સુરભીગૌશાળા તેમજ પાંજરાપોળ ની ગાયો સરકારી કચેરીમાં બાંધી. પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગાયો ને એક દિવસ પૂરતો ઘાસચારો નાખી બાંધવામાં આવી. સત્વરે સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે નહીતો હજુ પણ જાહેર માર્ગો પર ગાયો છોડવાની આપી ચીમકી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.