મેહુલ બોઘરાના સમર્થનમાં રસ્તા પર ઉતાર્યા હજારો વકીલો, જુઓ ભવ્ય રેલી કરીને પહોંચ્યા કલેક્ટર કચેરી, પરંતુ અંદર ન જવા દેતા પોલીસ અને વકીલો વચ્ચે ધક્કામુક્કી થઈ : જુઓ LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ હુમલાનો વિવાદ હજુ થમ્યો નથી. આજે સુરતના તમામ વકીલો દ્વારા, મેહુલા બોઘરાના સમર્થનમાં ભવ્ય રેલી નીકળી હતી. સુરત કોર્ટના ગેટેથી કલેકટર ઓફિસ થઈને આ રેલી સીપી ઓફિસ પહોંચી હતી. નારાબાજી સાથે તમામ વકીલોએ રેલી દરમિયાન તંત્રને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને મેહુલ બોઘરા સાથે થયેલા અન્યાયને ન્યાય અપાવવાની હુંકાર કરી હતી. ( વિડિઓ નીચે આપેલો છે )

વકીલોની રેલી કમિશ્નર કચેરી તો પહોંચી પરંતુ ત્યાં તેઓને રોકવામાં આવ્યા અને કહ્યું ફક્ત 5 વકીલો અંદર જાઓ, પરંતુ ભારે સંખ્યામાં વકીલો હાજર હોવાથી ગેટ પર વકીલો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ અને બેરિકેડ હટાવીને તમામ વકીલોએ પોલીસને માત આપીને કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કર્યો હતો.

આ તમામ વકીલોએ રેલી કરી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. માહોલ જોતા લાગી રહ્યું છે કે, આ મામલો હજુ પણ ખૂબ આગળ વધવાનો છે. એડવોકેટ પ્રોટેક્શન બીલ અને સાજન ભરવાડ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને ખોટી એટ્રોસિટી ફરિયાદ નોંધનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ( વિડિઓ નીચે આપેલો છે )

આ રેલી કાઢવાનો મુખ્ય હેતુ આરોપી TRB જવાન સાજન ભરવાડને સજા અપાવી મેહુલ બોઘરાને ન્યાય આપવાનો હતો. હવે જો ભણેલા ગણેલા અને કાયદાકીય સૂઝબૂઝ ધરાવતા વકીલ સાથે જ આવી ઘટના સર્જાતી હોય તો, સામાન્ય પ્રજાનો શું હાલ થતો હશે… હાલ મેહુલ બોઘરા સાથે બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસની હાજરીમાં TRB જવાન સાજન ભરવાડ એડવોકેટ મેહુલ બોઘરા પર લાકડીઓથી તૂટી પડ્યો હતો. જોકે તે સમયે મેહુલ બોઘરા ફેસબુકમાં LIVE હોવાથી આ સમગ્ર ઘટના લોકો સમક્ષ ઉજાગર થઇ હતી. વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મોડી રાત્રે એડવોકેટ મેહુલના સમર્થનમાં આરોપીને સજા અપાવવા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન પર ધામા નાખ્યા હતા. ( વિડિઓ નીચે આપેલો છે )

અવારનવાર એડવોકેટ મેહુલ બોઘરા પોલીસ દ્વારા કરવામાં આવતા ઉઘરાણાનો પર્દાફાશ કરતા નજરે ચડ્યા છે. કાયદાકીય પગલા ભરી પોલીસની ગેરનીતિ વિરુદ્ધ યોગ્ય પગલા લેવડાવવા એડવોકેટ મેહુલ બોઘરા પહેલેથી જ ખુબ જ સક્રિય છે. તે દિવસે પણ આવું જ કઈ બન્યું હતું… સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે મળતીયાઓ ઉઘરાણી કરી રહ્યા હતા અને મેહુલે ત્યાં પહોચીને જેવું LIVE શરુ કર્યું તેવામાં જ પેલો TRB જવાન મેહુલ પર તૂટી પડ્યો હતો.

( 1- વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://fb.watch/f5MnQ5qD7n/ )

( 2 – વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://fb.watch/f5Mqy2QQ7Y/ )

હાલમાં જ સુરત શહેરમાં વકીલ મેહુલ બોઘરા પર સાજન ભરવાડ દ્વારા કરવામાં આવેલો હુમલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલાને લઈને હાઈકોર્ટમાં મેહુલ બોઘરા દ્વારા જાતે જ કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે. ત્યારે એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલ હુમલા બાદ સુરત ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી છે. આ TRB જવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.