મોંઘવારીનો માર જનતા પર / 24 કલાકમાં આમ આદમીને લાગ્યો મોંઘવારીનો બીજો મોટો ઝટકો, જુઓ આ ચીજવસ્તુઓના વધ્યા ભાવ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

મોંઘવારીને કારણે પહેલેથી તૂટી ચૂકેલા લોકોને 24 કલાકની અંદર બીજો મોટો ઝટકો લાગ્યો છે.

દેશમાં કારમી મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને કોઈ રાહત મળી નથી. 24 કલાકની અંદર મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને બીજો મોટો ઝટકો લાગ્યો છે. રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારી પણ વધીને 14.23 ટકા થઈ છે. પાંચ મહિનામાં ખાદ્ય ચીજોનો ભાવ સૌથી વધારે થઈ ગયા છે. જથ્થાબંધ ભાવો આધારિત ડબલ્યુપીઆઈ ફુગાવો નવેમ્બરમાં એક વર્ષની ઊંચી સપાટી 14.23 ટકા પર પહોંચ્યો હતો. તેનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજોના ભાવો ખાદ્ય કિંમતોમાં ઉછાળો છે. આંકડાઓ અનુસાર નવેમ્બર મહિનામાં ખાદ્ય ચીજોના ભાવ પાંચ મહિનામાં સૌથી વધુ રહ્યા હતા.

ગયા મહિને શાકભાજીના ભાવમાં વધારો થયો હતો એટલું જ નહીં, ઇંડા અને માંસના ભાવમાં પણ વધારો થયો હતો. આ ઉપરાંત જથ્થાબંધ ફુગાવામાં વધારવામાં ઈંધણ અને વીજળીનો પણ મોટો ફાળો હતો. ૩૭.૧૮ ટકાની તુલનામાં નવેમ્બરમાં ભાવ ૩૯.૮૧ ટકા વધ્યા હતા. જોકે ઉત્પાદિત ચીજવસ્તુઓ (મેન્યુફેક્ચર્ડ ગુડ્સ)નો ભાવ ઓક્ટોબરમાં 12.04 ટકાની તુલનામાં થોડો ઘટીને 11.92 ટકા થયો હતો.

એક દિવસ પહેલા રિટેલ ફુગાવાના આંકડા જાહેર થયા હતા. સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 4.91 ટકા થયો હતો. આ મુખ્યત્વે શાકભાજીના વધેલા ભાવોને કારણે પણ હતું. રિઝર્વ બેંક (આરબીઆઈ)એ આ મહિનાની શરૂઆતમાં એમપીસીની બેઠક બાદ ફુગાવા અંગેના તેના અનુમાનો વ્યક્ત કર્યા હતા. આરબીઆઈનો અંદાજ છે કે ચોથા ક્વાર્ટરમાં ફુગાવો વધુ વધી શકે છે. રિઝર્વ બેન્કને આશા છે કે ચોથા ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો ૫.૭ ટકા રહેશે.

સોમવારે રિટેલ મોંઘવારીના આંકડા જાહેર થયા હતા. સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 4.91 ટકા થયો હતો. શાકભાજીના ભાવમાં વધારાને કારણે રિટેલ મોંઘવારીના રેટમાં વધારો થયો હતો. રિટેલ મોંઘવારી વધારાના બીજા દિવસે જથ્થાબંધ મોંઘવારી પણ વધી હતી. આ રીતે જોઈએ તો સામાન્ય લોકોને 24 કલાકની અંદર બીજો મોટો ઝટકો લાગ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.