‘આપ’ માં મોહભંગ ભાજપમાં ઉમંગ / સુરત આમ આદમી પાર્ટીના હજારો વોટોથી જીતેલા 5 કોર્પોરેટરે ‘કેસરિયો’ ધારણ કર્યો, જુઓ AAP વિરુદ્ધ આપ્યું મોટું નિવેદન

ટોપ ન્યૂઝ ગુજરાત

વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત AAPના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે આજે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે આપના કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતાધારી પાર્ટીને ભરી પીવા દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની પાર્ટીએ મોટા દમ-ખમ સાથે ગુજરાતમાં પગરણ માંડ્યા હતા. ગુજરાતમાં દિલ્હીનું મોડલ લાગુ કરવાની ખ્વાહેશો સાથે કેજરીવાલે ગાયક, સમાજસેવી અને કલાકારોને જોડીને મોટું કાઠું કાઢવા દમ માર્યો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ગત ફેબ્રુઆરી -માર્ચમાં દક્ષીણ ગુજરાતના માત્ર સુરતમાં મહા નગર પાલિકામાં 27 નગર સેવકો ચૂંટાઈ આવતા ગુજરાતની રાજનીતિમાં સોંપો પડી ગયો હતો. માત્ર સુરત સિવાય ક્યાય પણ આપ પાર્ટીને સફળતા સાંપડી નહોતી.

મહેન્દ્ર નાવડીયા (આપ, શહેર પ્રમુખ) એ જણાવ્યું હતું કે અનેક ફરિયાદો ને લઈ કોર્પોરેટર વિપુલ માલવીયાને કાર્યાલય પર સમજાવવામાં આવ્યા હતા. પરંતુ પાર્ટી વિરોધી કામગીરી બંધ કરી ન હતી. પૈસા લઈને ભાજપમાં જોડાઈ જવા માટે અન્ય કોર્પોરેટર ઉપર છેલ્લા થોડાક દિવસથી દબાણ ઉભું કરતા હોવાની બાબત સામે આવી છે. આમ આદમી પાર્ટી ન છોડવા અને પૈસાની લાલચમાં ન ફસાવા તમોને સમજાવવાની વાતચીત છેલ્લા કેટલાક દિવસથી કાર્યાલય પર ચાલતી હતી. પરંતુ આજરોજ સવારથી જ ફોન બંધ કરી ક્યાંક ચાલ્યા ગયા છો. પાર્ટી તરફથી તમારો સંપર્ક કરવાની અનેક કોશિશ કરવા છતાંય તમારો સંપર્ક થતો ન હોવાને કારણે પાર્ટીએ આ નિર્ણય લેવા મજબુર બની છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, ‘છેલ્લાં એક વર્ષથી આપ પાર્ટીના કોર્પોરેટરો ખુબ જ સરસ કામગીરી કરી રહ્યાં હતાં જેને લઇને ભાજપનાં પેટમાં તેલ રેડાયું છે. દબાણમાં આવી અને હાર દેખાતા ભાજપ દ્વારા સત્તા અને પૈસાના જોરે આપના કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપ દ્વારા આપના કોર્પોરેટરોને લોભ, લાલચ આપી કોલ કરી પાર્ટીમાં બોલાવવામાં આવી રહ્યાં છે.’

ઉલ્લેખનીય છે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આવા સમયે એકાએક કોર્પોરેટરો પક્ષ પલટો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. અગાઉ મહેશ સવાણી અને વિજય સુવાળા આપનો સાથ છોડી ચુક્યા છે. ત્યારે વધુમાં બીજા 4 કોર્પોરેટરો ગાયબ થયા છે. જેથી આમ આદમી પાર્ટીમાં ટૂંક સમયે મોટું ભંગાણ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=1077605023025875 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.