ચૂંટણી માટે કઈ પણ / લખનઉની એક સીટ પર ટિકિટ મેળવવા માટે જુઓ પતિ-પત્ની વચ્ચે જંગ, જુઓ BJP આવ્યું મૂંઝવણમાં

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

યૂપીમાં નારાજ નેતાઓની નારાજગીનો સામનો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. લખનઉની એક સીટ માટે પતિ-પત્ની બંને ટિકિટ માંગી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશોમાં નારાજ નેતાઓની નારાજગીનો સામનો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે એક નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે, જેનું સમાધાન પાર્ટીને મળી રહ્યું નથી. હકીકતમાં લખનઉની સરોજિની નગર વિધાનસભા સીટ પર પાર્ટી સાથે જોડાયેલા પતિ-પત્ની ટિકિટ માટે દાવો કરી રહ્યાં છે.

એક જ સીટ પરથી ટિકિટ માંગી રહ્યાં છે પતિ-પત્ની
ટિકિટ માંગનારમાં સ્વાતિ સિંહ (Swati Singh) પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી છે. તો તેમના પતિ દયા શંકર સિંહ (Daya Shankar Singh), પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ છે. સ્વાતિ સિંહ લખનઉના સરોજિની નગરથી વર્તમાન ધારાસભ્ય છે અને બીજા કાર્યકાળ માટે ટિકિટ મેળવવા ઈચ્છુક છે.

હું ચૂંટણી લડવા ઈચ્છુ છું- દયા શંકર સિંહ
આ વિશે પૂછવા પર દયા શંકર સિંહે (Daya Shankar Singh) કહ્યુ- વિવાદને કારણે મને પાછલી ચૂંટણીમાં ટિકિટ મળી નહોતી પરંતુ મારી ટીમે સ્વાતિની જીત નક્કી કરવા માટે મહેનત કરી હતી. આ વખતે હું ચૂંટણી લડવા ઈચ્છુ છું પરંતુ તે પાર્ટી પર નિર્ભર છે. બીજી તરફ પત્ની સ્વાતિ સિંહે ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો. સૂત્રોએ જણાવ્યું કે, પતિ-પત્ની બંને પક્ષમાં અલગ-અલગ નેતાઓ મારફત ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે.

પહેલા ગૃહિણી હતી સ્વાતિ સિંહ
મહત્વનું છે કે સ્વાતિ સિંહ પહેલાં એક ગૃહિણી હતી. તેનો રાજનીતિમાં પ્રવેશ આકસ્મિક રૂપથી થયો હતો. હકીકતમાં તેના પતિ દયા શંકર સિંહ (Daya Shankar Singh) જુલાઈ 2016માં ત્યારે વિવાદમાં આવી ગયા હતા, જ્યારે તેમણે બીએસપી અધ્યક્ષ માયાવતી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.

બસપાએ દયા શંકર સિંહ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યુ હતુ. ત્યારબાદ ભાજપ બચાવની મુદ્દામાં આવી ગયું હતું. ત્યારબાદ અખિલેશ યાદવની સરકારમાં દયા શંકર સિંહની ધરપકડ કરવામાં આવી અને ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ ઘટનાના થોડા સપ્તાહ બાદ ભાજપે દયા શંકરની પત્ની સ્વાતિ સિંહને પોતાની મહિલા એકમની પ્રમુખ બનાવી હતી. આ દરમિયાન સ્વાતિ સિંહ રાજનીતિમાં નવા હતા. આ દરમિયાન બીએસપીના કેટલાક નેતાઓએ સ્વાતિ સિંહ અને તેમની પુત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને સ્વાતિ સિંહે નારી અપમાન સાથે જોડીને મુદ્દો બનાવી લીધો હતો.

ચૂંટણી જીત્યા બાદ બન્યા મંત્રી
તેમને લોકોનું સમર્થન મળતું જોઈએ ભાજપે વર્ષ 2017ની ચૂંટણીમાં સરોજિની નગરથી ટિકિટ આપી હતી, જેમાં તેમણે મોટા અંતરથી જીત મેળવી હતી. ધારાસભ્ય બન્યા બાદ સ્વાતિ સિંહ યોગી સરકારમાં મંત્રી બન્યા હતા. હવે તેમના પતિ પણ ચૂંટણી લડવા ઈચ્છે છે. હવે જોવાનું રહેશે કે પાર્ટી પતિ-પત્નીમાંથી કોને ટિકિટ આપે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *