સુરતમાં જીવદયા પ્રેમીની અનોખી ઓફર / 1 કિલો પતંગની દોરીની ગૂંચ આપી જાઓ અને આટલા કિલો ખમણ કે ચીઝ રોલ-લોચો ફ્રીમાં લઈ જાવ

ટોપ ન્યૂઝ સુરત

ઉત્તરાયણ આમ તો 14 જાન્યુઆરીએ ઉજવાય છે. પણ આ વર્ષે આવેલા ઉત્તરાયણમાં લોકોએ એક દિવસ નહિ પણ ત્રણ દિવસ મજા માણી હતી. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ બાદ કપાયેલા પતંગ અને ધારદાર દોરા ગમે ત્યાં લટકેલા જોવા મળે છે. ઝાડ પર ઇલેક્ટ્રિક વાયર પર, રસ્તામાં રઝળતા પડેલા નકામા પતંગ અને દોરાના કારણે અનેક નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે સુરતમાં એક જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતાએ અનોખી ઓફર લઈને ચર્ચામાં આવ્યા છે.

ઉત્તરાયણ બાદ સુરતના જીવદયા પ્રેમીએ લોકોને એવી ઓફર આપી છે જેમાં 500 ગ્રામ દોરીની ગૂંચ સાથે 500 ગ્રામ ખમણ ફ્રી આપવાની તેમજ 1 કિલો દોરીની ગૂંચ સાથે 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રી માં આપવાની જાહેરાત કરી છે.

જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતાએ જણાવ્યું હતું કે આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે પણ આ તહેવાર પછી દોરાની ગૂંચ ગમે ત્યાં પડી રહે છે. જેના કારણે પશુપંખીઓ સહિત ઘણીવાર અકસ્માતો થવાની સંભાવના રહે છે. અમે લોકોના સહયોગ થકી આ ઓફર વિચારી હતી. આ ઓફર અમે 20 જાન્યુઆરી સુધી રાખી છે અને રવિવારથી જ લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

સુરતના જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતા વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલાવે છે. તેમની આ ઓફર થકી પક્ષીઓને પણ ઝાડ પર કે વાયર પર લટકતા દોરાથી અને લોકોને અકસ્માતથી દૂર રાખી શકાશે.

શહેરના એક જીવદયાપ્રેમી અને વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલવતા ચેતન અને પરેશે મળી અનોખી ઓફર જાહેર કરી છે. તેમણે એવી ઓફર આપી છે કે 500 ગ્રામ દોરીની ગૂંચ લાવનારને 500 ગ્રામ સાદા ખમણ તથા 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપશે. ઉલ્લેખનીય છે કે આમ તો સુરતીઓને નાસ્તામાં સૌથી પ્રિય લોચો અને ખમણ રહેતાં હોય છે, એવામાં જ ઉત્તરાયણના દિવસે આવી ઓફર મળી છે. વિક્રેતાએ કહ્યું હતું કે ઓફર 20 જાન્યુઆરી સુધી રાખી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.