આ પત્ની છે કે પનોતી / પતિને ઝેર આપી શરીરના ટુકડે-ટુકડા કરી ઘરમાં જ દફનાવી દીધો, જુઓ અચાનક થયું એવું કે પત્નીની કાળી કરતૂતનો થયો પર્દાફાશ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હત્યાના(Murder) વધતા જતા કેસોમાં હાલમાં જ ઈન્દોરના(Indore) બાણગંગા વિસ્તારમાંથી હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 10 દિવસથી ગુમ થયેલા ડ્રાઈવરનો મૃતદેહ તેના ઘરમાં ખોદકામ કર્યા બાદ મળી આવ્યો છે. પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે(Police) તપાસ બાદ પત્નીને જ હત્યાની આરોપી ઠહેરાવી છે.

એક રીપોર્ટ અનુસાર 10 દિવસ પહેલા બાણગંગા વિસ્તારના ઉમરીખેડા પાસેના કાંકરમાં રહેતા બબલુની કોઈને કઈ જ ખબર ન હતી. બબલુ વ્યવસાયે ડ્રાઈવર હતો. મળતી માહિતી અનુસાર તેની પત્ની સુનીતા ઉર્ફે સોનુએ પણ 14 ફેબ્રુઆરીએ તેના પતિના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તેનો પતિ 7 ફેબ્રુઆરીથી ઘરે પાછો આવ્યો નથી.

ત્યારબાદ પોલીસે આ કેસ પર કામગીરી હાથ ધરી હતી. ત્યારે પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બબલુ દરરોજ તેની પત્ની સોનુને મારતો હતો. સોનુને રિઝવાન નામના યુવક સાથે મિત્રતા હતી. તેથી બબલુની પત્ની સોનું અને તેના મિત્રએ બબલુને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. તેઓની યોજના મુજબ પત્નીએ દાળ-બાટી બનાવી અને બંનેએ તેમાં ઝેરી પદાર્થ નાખી બબલુને ખવડાવ્યું. જેથી બબ્લુંનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બબલુના મૃતદેહને છુપાવવા માટે પહેલા બબલુના હાથ-પગ અલગ-અલગ કાપી નાખ્યા હતા અને ધડને ઘરમાં ખોદીને દાટી દેવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, આ સમગ્ર મામલે રિઝવાન અને તેના સંબંધી ભય્યુની પણ મદદ લેવામાં આવી હતી.

કોઈને શક ન જાય તે માટે બબલુની પત્ની સોનુએ પણ તેનો પતિ ગુમ થયાનો રીપોર્ટ દર્જ કરાવ્યો હતો. તપાસ દરમિયાન બબલુની પત્નીના નિવેદન પર પોલીસને શંકા ગઈ. જ્યારે તેના પુત્રની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સોનુએ તેના મિત્ર રિઝવાન સાથે મળીને તેના જ પતિ બબલુની હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા અને બાકીના ભાગોને ઘરમાં દાટી દીધા હતા. પોલીસે ખોદકામ બાદ લાશ કબજે કરી હતી. પોલીસે પત્ની સોનુની ધરપકડ કરી છે. પુત્ર પ્રશાંતને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, કારણ કે તેણે હત્યાનો કેસ છુપાવ્યો હતો. આ સિવાય અન્ય બે આરોપીઓને શોધવાનું કાર્ય ચાલુ છે. પોલીસે કહ્યું કે તે આરોપીઓની પણ જલ્દી જ ધરપકડ કરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *